જૂનાગઢઃકાળા જાબુથી શરીને ફાયદો થાય છે એવું આયુર્વેદના તબીબો પણ કહી રહ્યા છે. ખાસ વાત એ છે કે, જૂનાગઢ પંથકમાં આ ફળની સારી એવી ખેતી થઈ રહી છે. પણ આ વખતે માવઠાને કારણએ આ પાક પર માઠી અસર થઈ છે. જુનાગઢ જિલ્લામાં કેરી બાદ કાળા જાંબુ કે જેને સ્થાનિક ભાષામાં રાવણાના ફળ તરીકે ઓળખવામાં આવે છે. તેની પુષ્કળ પ્રમાણમાં ખેતી થાય છે. જૂનાગઢના રાવણા ખૂબ જ અલગ તરી આવે છે. જેથી કદ કલર અને સ્વાદની સાથે આરોગ્ય લક્ષી ગુણવત્તાથી ભરપૂર રાવણાની ખેતી પરંપરાગત રીતે જુનાગઢ જિલ્લામાં થતી આવી છે.
પાકમાં નુકસાનીઃ આ વર્ષે કમોસમી વરસાદને કારણે રાવણામાં નુકસાની જોવા મળી રહી છે વરસાદ પડતા કેટલાક રાવણામાં બગાડ અને જીવાત નો ઉપદ્રવ જોવા મળે છે. જે વરસાદી વાતાવરણ દૂર થતા આપોઆપ કુદરતી રીતે તેનુ નિરાકરણ પણ થતું હોય છે આવી પરિસ્થિતિ માં રાવણા ના ઉત્પાદનની વચ્ચે વર્તમાન સમયે તેની માંગ મર્યાદિત બની રહી છે. ઉત્પાદનની સાથે બજારભાવ ઓછા હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્પાદનનો આંકઃરાવણા ના એક ખેતર.માંથી પ્રતિ દિવસ 50 થી લઈને 80 કિલો જેટલા રાવણા નું ઉત્પાદન થતું હોય છે જેમાં સૌથી નીચા રાવણા 30 રૂપિયા પ્રતિ કિલો અને ઉચ્ચ ગુણવત્તાવાળા રાવણા 70 રૂપિયા પ્રતિ કિલો જથ્થાબંધ બજારમાં ભાવ નિર્ધારિત થયા છે. જે ખેડૂતો માટે ઓછા મનાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં રાવણા નો જથ્થાબંધ બજારભાવ 100 રૂપિયાની આસપાસ હોવો જોઈએ. પરંતુ વરસાદને કારણે તેમાં 30 રૂપિયા નો ઘટાડો જોવા મળે છે પરંતુ આગામી દિવસોમાં રાવણા ની માંગ ફરી એક વખત બજારમાં જોવા મળશે જેથી બજાર ભાવ 100 ની આસપાસ થઈ જશે તેવો આશાવાદ ખેડૂતો લગાવી રહ્યા છે.
મોટા ફાયદાઓઃરાવણામાં ખૂબ મોટા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ વિટામીન અને અલગ અલગ પ્રકારના મિનરલની સાથે પુષ્કળ પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે. જેને કારણે તે કોઈ પણ વ્યક્તિના આરોગ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. રાવણા શરીર માંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. અન્ય ખોરાક મારફતે શરીરમાં પ્રવેશેલા ઝેરી તત્વોને રોકવામાં મદદરૂપ બને છે. રાવણાના સેવનથી એસીડીટી અને જાડા જેવી બીમારીમાં રાહત તુરંત મળે છે. વધુમાં રાવણા રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો પણ કરતા હોય છે રાવણાના સેવનથી પાચનની સાથે ચયાપચયની ક્રિયાને પણ ખૂબ મજબૂતી મળે છે. આ સાથે સાથે રાવણા હૃદયને પણ તંદુરસ્ત રાખવા માટે ખૂબ ઉપયોગી બને છે.