જૂનાગઢ :આજે હાટકેશ્વર જયંતિની ધાર્મિક રિતે ઉજવણી થઈ રહી છે, ત્યારે સ્કંદપુરાણમાં ઉલ્લેખ થયા મુજબ દેવાધિદેવ મહાદેવ નાગરોની નગરી એવા વડનગરમાં પાતાળ લોકમાંથી દર્શન આપવા માટે પધારે છે. ત્યારથી હાટકેશ્વર મહાદેવ નાગરોના ઇષ્ટદેવ તરીકે આજે પણ પૂજાય રહ્યા છે.
Hatkeswar Jayanti : આજે છે હાટકેશ્વર જયંતિ, મહાદેવ નાગરોના ઇષ્ટદેવ તરીકે આજે પણ પૂજાઈ રહ્યા છે હાટકેશ્વર મહાદેવ નાગરોના ઇષ્ટદેવ :આજે હાટકેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. હજારો વર્ષ પૂર્વે નાગરોની મહાદેવ પ્રત્યેની ભક્તિ તપસ્ચર્યા અને આરાધના બાદ કહેવાય છે કે, ભગવાન હાટકેશ્વર મહાદેવ પાતાળ લોકમાંથી સ્વયં નાગરોની નગરી એવા વડનગરમાં દર્શન આપવા માટે પ્રાગટ્ય કરે છે, ત્યારથી હાટકેશ્વર મહાદેવ સમગ્ર જગતના નાગર લોકોના ઇષ્ટદેવ તરીકે પૂજાય રહ્યા છે આજે પણ સમગ્ર વિશ્વમાં રહેતા નાગરો હાટકેશ્વર મહાદેવનું સંતાન છે તેનું ગૌરવ પણ મેળવી રહ્યા છે. દેવાધિદેવ મહાદેવ આર્યો અનાર્યો દેવો અને દાનવો ના આરાધ્યા દેવ છે. ભગવાન કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ રામે પણ દેવાધિદેવ મહાદેવની પૂજા તપસ્યર્યા અને તેનું ધ્યાન ધર્યું હતું, ત્યારે સમગ્ર જગતના દેવ તરીકે પૂજાઈ રહેલા મહાદેવ હાટકેશ્વર મહાદેવના રૂપમાં નાગરોના કુળદેવ કે ઇષ્ટદેવ તરીકે પૂજાય રહ્યા છે.
આ પણ વાંચો :Hanuman Jayanti 2023: અમદાવાદમાં આવતીકાલે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
કુરુક્ષેત્રના બ્રાહ્મણો વડનગરમાં વસ્યા :સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયાં મુજબ કુરુક્ષેત્ર વિસ્તારના બ્રાહ્મણો મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્થાઈ થયા હતા જેનું પ્રાચીન નામ ચમત્કારપુર કે આનંદપુર તરીકે તેનો ઉલ્લેખ કરાયો છે અહીંના નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ તરીકે પૂજાયા હતા સ્કધંપુરાણના નાગર ખંડમાં ઉલ્લેખ થયા મુજબ મહાદેવના લલાટના અક્ષતો માંથી નાગરોની ઉત્પત્તિ થયાની ધાર્મિક માન્યતા છે. સનાતન ધર્મમાં મળતા પ્રમાણ મુજબ નાગરોએ અધર્મ દુરાચાર અને અત્યાચાર સામે પડકાર કર્મ કરીને વેદ ધર્મની રક્ષા પણ કરી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો :Saurashtra Tamil Sangam programme : 1000 વર્ષ પછી મૂળ સૌરાષ્ટ્રના તામિલિયન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ભાગ લેશે
શિવજીને પાતાળ લોકમાંથી પરત લાવ્યા નાગરો :ધાર્મિક દંતકથા મુજબ દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞમાં શિવજીના અપમાન થવાથી માતા પાર્વતીએ યજ્ઞકુંડમાં તેની આહુતિ આપી હતી, ત્યાથી કોપાયમાન બનીને મહાદેવ પાતાળ લોકમાં ચાલ્યા ગયા હતા જેની જાણ નાગર કુળના બ્રાહ્મણોને થતા તેમણે મહાદેવને પૃથ્વીલોકમાં લાવવા માટે ઉગ્ર તપસ્ચર્યા કરી જેનાથી પ્રસન્ન થઈને મહાદેવ ચમત્કારપુર જે વર્તમાન વડનગરમાં સ્વયંભૂ શિવલિંગ રૂપે પ્રગટ થયા દેવા દેવ મહાદેવ તેમના નિવાસ્થાન માટેના આઠ ક્ષેત્રોને ગણાવ્યા છે. તે મુજબ પ્રભાસ પાટણ પુષ્કર કેદાર કુરુક્ષેત્ર નૈમિષારણ્ય કાચી કુરુમંગલ્ય અને હાટકેશ્વરનો સમાવેશ થાય છે. જેમાં સર્વોત્તમ તીર્થક્ષેત્ર હાટકેશ્વરને માનવામાં આવે છે.