મગફળી બારદાન બાદ તુવેરમાં ગોલમાલ સામે આવી હતી સૌરાષ્ટ્ર ખેત જણસોમાં ગોલમાલ માટે બદનામ થતું હોય તેવું લાગી રહ્યું છે. હજી તો મગફળી બારદાન અને તુવેરમાં ગોલમાલનો કીમિયો બહાર લાવવામાં સરકારને કોઈ સફળતા મળી નથી ત્યાં ફરી એક વખત નવી ગોલમાલ બહાર આવી છે. જેતપુરના ખાતર ડેપોમાં ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા તપાસ કરવામાં આવતા ખાતરમાં ગોલમાલ બહાર આવી છે.
ખાતર મામલે ભ્રષ્ટાચાર બંધ નહી થાય તો ઉગ્ર આંદોલન થશે, હર્ષદ રીબડિયા - fartilizer
જુનાગઢ: ગોંડલ નજીક મગફળી બાદ બારદાન થોડા દિવસો પહેલા તુવેર અને હવે ખાતરમાં ગોલમાલની વિગતો બહાર આવી રહી છે. જેને લઇને વિસાવદરના કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ સમગ્ર રાજ્યના ખેડૂતોને જાગૃત બને તેવી અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હર્ષદ રીબડિયા વિસાવદરના ધારાસભ્ય છે માટે તેમણે ખાતરના ડીપો પર જઇને જાત તપાસ પણ હાથ ધરી હતી.
જેને લઈને ખેડૂત સમુદાય અને ખેડૂત સાથે સંકળાયેલી સંસ્થાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે જેતપુરમાં આવેલા ખાતર ડેપોમાં ખેડૂત હિત રક્ષક સમિતિ અને ખેડૂતો દ્વારા તપાસ કરવામાં આવતા 50 કિલોની એક બોરી માથી 200 ગ્રામ થી લઈને એક કિલો અને 500 ગ્રામ જેટલુ ખાતર ઓછું જણાયુ હતું. ખેડુતની તપાસમાં ખાતર ઓછું નીકળતા સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. વહીવટી તંત્ર દ્વારા તાકીદે અધિકારીઓને ખાતર ડેપો પર જઈને તપાસ કરવાના આદેશો પણ આપવામાં આવ્યા હતા. અધિકારીઓની તપાસમાં ખાતરની બોરીમાં નક્કી કરાયેલ 50 કિલોના જથ્થાની સામે 200 ગ્રામથી લઈને દોઢ કિલો જેટલો જથ્થો ઓછો માલુમ પડ્યો હતો. જેને લઇને હવે કોંગ્રેસ આક્રમક બની રહી છે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ સમગ્ર મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી.
હર્ષદ રીબડિયાએ ખેડુતોને વિનંતી કરી હતી કે, "જ્યારે પણ ખાતર લેવા જાઓ ત્યારે જથ્થો પૂરતો છે કે નહીં તેની પૂરતી ચકાસણી કરીને જ ખાતર લેવું. તેમજ રાજ્યના ખાતર ડેપો છે ત્યાં ખેડૂતો અને ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાઓને સાથે રાખીને અત્યારથી જ જાત તપાસ કરવામાં લાગી જવાની વિનંતી પણ રાજ્યના ખેડૂતને કરી હતી." વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ આ સમગ્ર મામલાને લઇને ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી માંગ કરી છે. જો સરકાર દ્વારા કોઇ યોગ્ય તપાસ નહીં થાય તો આગામી સમયમાં કોંગ્રેસ ખેડૂત લક્ષી જલદ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી..