- કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે યોજી વિસાવદરમાં ચૂંટણી સભા
- જિલ્લા પંચાયતની મોટી મોણપરી બેઠક પર યોજવામાં આવી સભા
- ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં લોકોએ આપી હાજરી
જૂનાગઢ: જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે વિસાવદર તાલુકાની મોટી મોણપરી જિલ્લા પંચાયત બેઠક પર તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલે હાજરી આપી હતી.
જિલ્લા પંચાયતની મોટી મોણપરી બેઠક પર યોજવામાં આવી સભા
ઉલ્લેખનીય છે કે, આગામી 28 તારીખે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે હાર્દિક પટેલે પાટીદાર બહુલિક વિસાવદર તાલુકામાં જૂનાગઢ જિલ્લાની પ્રથમ ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામલોકો અને ખેડૂતોએ હાજરી આપી હતી. હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ ભાજપ સરકારો ખેડૂત અને ગરીબ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિસાવદરના મોટી મોણપરીમાં યોજી ચૂંટણી સભા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે યોજી ચૂંટણી સભા
હાર્દિક પટેલની મોટી મોણપરી સભામાં સભા સ્થળ પર પંજાબ અને હરિયાણા તરફથી આવેલા અને જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં ઘઉં કાપણી માટેના હાર્વેસ્ટર ચલાવતા શીખ લોકો એ પણ હાજરી આપી હતી. જેમને સભા મંડપમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જે જગ્યા પર કોંગ્રેસના ઉમેદવારો અને હાર્દિક પટેલ બેઠેલા જોવા મળતા હતા તે જગ્યા પર શીખ સમુદાયના લોકોને પણ પ્રથમ હરોળમાં સ્થાન અપાયું હતું. જે સ્પષ્ટ દર્શાવી આપે છે કે, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકમાત્ર ખેડૂતના મુદ્દાને લઈને મતદારો વચ્ચે જઈ રહી છે.
ચૂંટણી સભામાં શીખ લોકો અને સભા સ્થળ પર ગેસની બોટલોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું
તો મોંઘવારીને લઈને પણ આ વખતે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત માગતી જોવા મળશે. સભા સ્થળ પર ગેસ સિલિન્ડર પણ જોવા મળતા તે સ્પષ્ટ દર્શાવી આપે છે કે, કોંગ્રેસ આ વર્ષે રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત માગતી જોવા મળશે. સતત વધતી મોંઘવારી અને ખેડૂત આંદોલન અત્યારે સમગ્ર દેશમાં ટોક ઓફ ધ ટાઉન ચાલી રહ્યા છે. ત્યારે હવે મુદ્દાને લઇને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની વૈતરણી પાર કરવાનું આયોજન ગુજરાત કોંગ્રેસે કર્યું હોય તે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સભામાં હાર્દિક પટેલની હાજરી વચ્ચે ખેડૂત આંદોલન અને મોંઘવારીના મુદ્દાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.