જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે હજુ પણ રાજ્ય અને દેશમાં કેટલાંક એકમોને સરકારો દ્વારા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જે પૈકી જૂનાગઢમાં આવેલા જીમ અને જિમ્નેશિયમ પણ હજુ સુધી બંધ રાખવામાં આવ્યા છે.
છેલ્લા ચાર મહિનાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જિમ અને જિમ્નેશિયમને ચાલુ કરવાને લઇને હજુ સુધી કોઈ નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી. જેને લઇને જૂનાગઢ જીમ તેમજ જિમ્નેશિયમ સંચાલકો હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી જીમ અને જિમ્નેશિયમ ચાલુ કરવાની મંજૂરી આપવા માંગ કરી રહ્યા છે.
જૂનાગઢના જીમ સંચાલકોએ સરકારને ફરીથી જિમ અને જિમ્નેશિયમ ચાલુ કરવાની માગ કરી જિલ્લામાં જીમ સંચાલકોને કેન્દ્ર અને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, છેલ્લા ચાર મહિનાથી બંધ રહેલા જીમ અને જિમ્નેશિયમને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જે કંઈ પણ દિશા નિર્દેશો અને શરતો નક્કી કરવામાં આવે તેના પૂરતા પાલન કરવાની શરતે પણ જીમ અને જિમ્નેશિયમ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે.
નોંધનીય છે કે, છેલ્લા ચાર મહિનાથી જીમ તેમજ જિમ્નેશિયમ આજે બંધ હોવાથી જીમના સંચાલકો આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યા છે. મોટા ભાગના જીમ તેમજ જિમ્નેશિયમ કરાર આધારીત કે ભાડા પર ચાલતા હોય છે, ત્યારે તેમના સંચાલકોએ તેમના કરાર કે ભાડાની ચુકવણી અગાઉ કરી આપે છે. આવી પરિસ્થિતિમાં છેલ્લા ચાર મહિનાથી તેમની જાવકની સામે આવક સદંતર બંધ થઈ ગઈ છે. જેના કારણે જીમ તેમજ જિમ્નેશિયમના સંચાલકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.