ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઈફેક્ટ: જૂનાગઢમાં ગુરુપૂર્ણિમાનો પર્વ ઓનલાઇન ઉજવાયો

કોરોના વાઇરસને પગલે આજે રવિવારે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગ સાદાઈથી ઊજવવામાં આવ્યો હતો. આજે રવિવારે ભવનાથ પરિક્ષેત્રમાં આવેલા આશ્રમોમાં શિષ્યો દ્વારા ગુરુનું પૂજન ઓનલાઇન કરીને ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ઉજવાઇ રહ્યો છે.

ગુરુ પૂર્ણિમાનો પર્વ ઓનલાઇન ઉજવાયો
ગુરુ પૂર્ણિમાનો પર્વ ઓનલાઇન ઉજવાયો

By

Published : Jul 5, 2020, 3:30 PM IST

જૂનાગઢ : કોરોના વાઇરસના હાહાકારની વચ્ચે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ભવનાથ પરિક્ષેત્રમાં ઊજવવામાં આવી રહ્યો છે. જે પ્રકારે કોરોના વાઇરસ સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે તેને ધ્યાને રાખીને આજનો ગુરુ પૂર્ણિમાનું પર્વ સાદાઈથી અને ભક્તોની પાંખી હાજરી વચ્ચે ઉજવવામાં આવી રહ્યું છે. ગત વર્ષે ભવનાથ પરિક્ષેત્ર સેવકોથી ઉભરાતુ હતું, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે ગુરુ પૂર્ણિમાનું પર્વ સાદાઈથી મનાવવામાં આવી રહ્યું છે.

ગુરુ પૂર્ણિમાનો પર્વ ઓનલાઇન ઉજવાયો
  • કોરોના વાઇરસ વચ્ચે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ
  • મહામારીના પગલે સાદાઇથી ભક્તોની પાંખી હાજરી વચ્ચે ઉજવણી કરાઇ
  • ગૂરૂ અને શિષ્ય વચ્ચે ટેક્નોલોજીના માધ્યમથી ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ધાર્મિક પર્વની ઉજવણી કરાઇ
  • મહામારીના પગલે ગુરૂ અને શિષ્યનું મિલન ન થતા ઓનલાઇન ઉજવણી કરાઇ

    ગુરુ પૂર્ણિમાનો પર્વ ભવનાથમાં સાદાઈથી ઊજવવામાં આવી રહ્યો છે, પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચે આજે રવિવારે ટેકનોલોજીના માધ્યમ થકી ઇતિહાસમાં પ્રથમ વખત ધાર્મિક પર્વની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે ગુરુના આશીર્વાદ મેળવવા માટે શિષ્યો રૂબરૂ આવીને ગુરુના ચરણોમાં સ્થાન મેળવી ગુરુકૃપા પ્રાપ્ત કરતા હોય છે, પરંતુ કોરોના જેવી મહામારીને કારણે આજે ગુરુ અને શિષ્યનું સનમુખ મિલન થવાનું શક્ય નહિ બનતા આજે ઓનલાઈન ગુરૂ પૂજન કરીને પૂર્ણિમાના પર્વ ઉજવીને શિષ્ય ગુરુ કૃપા મેળવી રહ્યા છે.
    ગુરુ પૂર્ણિમાનો પર્વ ઓનલાઇન ઉજવાયો


    ગુરુ અને શિષ્ય માટે ગુરુ પૂર્ણિમાનો પર્વ બંનેના જીવનમાં ખૂબ જ મહત્વ રાખતો હોય છે, પરંતુ કોરોના જેવી મહામારી એ ગુરુ અને શિષ્યના સનમુખ મિલન વચ્ચે એક રેખા ઉભી કરી નાખી છે, પરંતુ આધુનિક ટેક્નોલૉજીના માધ્યમ થકી આજે શિષ્ય ગુરુના સન્મુખ દર્શન અને આશીર્વાદ મેળવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details