જૂનાગઢઃઆજે વ્યાસ પૂર્ણિમાનો ધાર્મિક તહેવાર મનાવવામાં (Maharshi Veda Vyas Jayanti 2022)આવી રહ્યો છે. હિંદુ ધર્મ સંસ્કૃતિને 18 વૈદોની ભેટ આપનાર મહર્ષિ વેદ વ્યાસ વૈશાખ સુદ પૂનમના દિવસે પૃથ્વી પર અવતરણ થયા હતા જેની જન્મ જયંતી આજે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવાઈ રહી છે. વેદ વ્યાસને હિંદુ ધર્મ સંસ્કૃતિના પ્રહરી માનવામાં આવે છે તેમના દ્વારા રચાયેલા ધર્મ શાસ્ત્રો આજે હિંદુ ધર્મ સંસ્કૃતિ માટે પથદર્શક બની રહ્યા છે.
આજે છે વ્યાસ પૂર્ણિમાનો ધાર્મિક ઉત્સવ -આજથી 3000 વર્ષ પૂર્વે હસ્તિનાપુરની યમુના નદીના તટ પર ઋષિ પરાશર અને સત્યવતીને ત્યાં વેદવ્યાસનો પ્રાગટ્ય થયું હોવાની ધાર્મિક માન્યતા છે. વેદ વ્યાસને કૃષ્ણદ્રેપાયન બદ્રાયણી અને પરાશર્યના નામથી પણ હિંદુ ધર્મ સંસ્કૃતિમાં (Ashadh Purnima 2022)ઓળખવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર મહાભારત જેવા ગ્રંથની રચના પાછળ પણ મહર્ષિ વેદ વ્યાસ હોવાનું જણાય આવે છે. મહર્ષિ વેદવ્યાસ મહાભારત સમયના સાક્ષી હોવાનો ઉલ્લેખ પણ હિંદુ ધર્મ ગ્રંથોમાં પ્રયોજવામાં આવ્યો છે. વેદ વ્યાસની નજર સમક્ષ મહાભારતની ઘટેલી ઘટનાઓનું નિરૂપણ ગ્રંથના રૂપમાં વેદ વ્યાસ પાસેથી શિવપુર પુત્ર ગણેશએ સાંભળીને તેને ગ્રંથના રૂપમાં ચરિતાર્થ કર્યો હોવાની માન્યતા પણ હિંદુ ધર્મગ્રંથોમાં આજે પણ જોવા મળે છે.
વેદ વ્યાસનું હિંદુ ધર્મ સંસ્કૃતિમાં છે યોગદાન -મહર્ષિ વેદ વ્યાસ એટલે કે કૃષ્ણદ્રેપાયન નુ યોગદાન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. વેદવ્યાસ દ્વારા આપવામાં આવેલા 18 વૈદો આજે પણ હિંદુ ધર્મ સંસ્કૃતિના પથદર્શક બની રહ્યા છે અને એટલા માટે જ બદ્રાયણી વેદવ્યાસ ને હિંદુ ધર્મ સંસ્કૃતિના પથદર્શક ભગવાન તરીકે પણ પુજવવામાં આવે છે. જેની આજે જન્મ જયંતી છે ત્યારે વેદવ્યાસ દ્વારા આપવામાં આવેલા હિંદુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોને લઈને પણ આજનો દિવસ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને તેને સાધતા લોકો માટે ખુબ મહત્વપુર્ણ મનાય છે.
દરેક દ્વાપર યુગમાં વેદવ્યાસની છે ધાર્મિક ઉપસ્થિતી -દરેક દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસ દૈવિય શક્તિ તરીકે ઉપસ્થિતિ નોંધાય છે જેનો વિશેષ ઉલ્લેખ હિંદુ ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે પહેલા દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસ બ્રહ્માજીના સ્વરૂપમાં પૂજાયા(Maharshi Veda Vyas)હતા. તો બીજા દ્વાપર યુગમાં દક્ષ પ્રજાપતિ તરીકે મહર્ષિ વેદ વ્યાસની પૂજા કરવામાં આવી હતી. ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસ શુક્રાચાર્ય તરીકે પૂજવામાં આવ્યા હતા આમ દરેક દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસની ઉપસ્થિતિ દેવીય શક્તિના રૂપમાં જોવા મળે છે ક્યારેક વૈદવ્યાસ ભગવાન બ્રહ્માંના રૂપમાં તો ક્યારેક દક્ષ પ્રજાપતિ અને ત્રીજા દ્વાપર યુગમાં શુક્રાચાર્ય તરીકે મહર્ષિ વેદ વ્યાસ સનાતન હિન્દુ ધર્મમાં પૂજાતા જોવા મળ્યા છે.