જૂનાગઢઃ કોરોના વાઈરસના વધતા જતા પ્રભાવને લઈને ગુરૂ ગોરખનાથ આશ્રમ મજૂરોની વહારે આવ્યો છે. પલાયન કરીને જઇ રહેલા પરપ્રાંતના મજૂરોને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તમામ લોકો માટે ભોજન પ્રસાદના આશરાની તૈયારી દર્શાવી છે. જેને લઇને પલાયન કરતા મજૂરોમાં પણ હવે આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. જે પ્રકારે કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, તેને ધ્યાને રાખીને પરપ્રાંતિય મજૂરો ખૂબ જ કપરા અને વિકટ સમયમાંથી પસાર થઇ રહ્યાં હતાં, ત્યારે આ પ્રકારની સેવા મજૂરોમાં અનેક ઘણી આશાનો સંચાર કરી રહી છે.
ગુરૂ ગોરખનાથ આશ્રમે નિભાવી સામાજિક જવાબદારી, પરપ્રાંતીય મજૂરોને મળ્યો ભોજન સાથે આશ્રય - જૂનાગઢ
કોરોના વાઈરસના વધતા જતા પ્રભાવને લઈને પલાયન કરી રહેલા મજૂરોને જૂનાગઢના ગુરૂ ગોરખનાથ આશ્રમમાં ભોજન સાથે આશરો મળ્યો છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે સુધી તમામ મજૂરોને ભોજન પ્રસાદ અર્પણ કરવાની ગુરૂ ગોરખનાથ આશ્રમે તૈયારી દર્શાવી છે. આમ, ગુરૂ ગોરખનાથ આશ્રમે સામાજિક જવાબદારી નિભાવી છે.
ગુરૂ ગોરખનાથ આશ્રમે નિભાવી સામાજિક જવાબદારી
ભવનાથના ગોરખનાથ આશ્રમે આ મજૂરોને ભોજન પ્રસાદના આશરાની જવાબદારી ઉઠાવી લેતાં હવે મજૂરો પલાયન અટકશે અને જ્યારે પરિસ્થિતિ પૂર્વવત થશે, ત્યારે આ જ મજૂરો ફરીથી જૂનાગઢ જિલ્લામાં રોજગારી મેળવીને પોતાના પરિવારનો જીવનનિર્વાહ કરશે.
Last Updated : Mar 31, 2020, 5:51 PM IST