જૂનાગઢઃ ભારતની આઝાદી બાદ જૂનાગઢના નવાબ દ્વારા જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરીને સૌને ચોકાવી દીધા હતા. એ સમયે જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા માટે સરદાર પટેલની રાહબરી અને તેના માર્ગદર્શન નીચે આરજી હકુમતની સ્થાપના કરાઈ હતી. તેથી જ 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ અખંડ ભારતનો અભિન્ન હિસ્સો બની શક્યું. જેનો સંપૂર્ણ શ્રેય સરદાર પટેલની સાથે આરઝી હુકુમતના સૈનિકોને જાય છે.
Sardar Patel Birth Anniversary: સરદાર વિના જૂનાગઢની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, શું કહે છે સ્વાતંત્ર્ય સેનાની હેમાબેન આચાર્ય..? - આરજી હુકુમત
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી સમગ્ર ગુજરાત અને દેશમાં ઉજવાઈ રહી છે. જો કે જૂનાગઢ સરદાર પટેલનું કાયમ માટે ઋણી રહેશે. જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા પ્રયત્નો તેમને પ્રખર રાજદ્વારીની શ્રેણીમાં અગ્રસ્થાને મુકે છે.
Published : Oct 31, 2023, 11:44 AM IST
|Updated : Oct 31, 2023, 6:21 PM IST
અને...જૂનાગઢ બન્યું અખંડ ભારતનો હિસ્સોઃ વર્ષ 1947માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું પરંતુ તે સમયે જૂનાગઢમાં નવાબી શાસન અસ્તિત્વમાં હતું. ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્ર બન્યા બાદ જૂનાગઢના નવાબ મહોબત ખાને જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરીને જૂનાગઢ માટે એક નવી આઝાદીની લડાઈના શ્રી ગણેશ કરાવ્યા હતા. જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો બને તે માટેની લડાઈ શામળદાસ ગાંધીની આગેવાનીમાં મુંબઈ થી શરૂ થઈ. જૂનાગઢને ભારતનો હિસ્સો બનાવવા માટેની આ લડાઈમાં લોખંડી પુરુષ અને પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું માર્ગદર્શન અને તેની રાહબરીની છે.
જો ત્યારે સરદાર પટેલ ન હોત તો આજે જૂનાગઢની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ હોત. નવાબી શાસનનો અંત કરવાની સાથે ફરી એક વખત જૂનાગઢને અખંડ ભારતનો અભિન્ન હિસ્સો બનાવવા માટે સરદાર પટેલનું યોગદાન આજે પણ જૂનાગઢવાસીઓ માથે ઋણ છે. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જૂનાગઢના નવાબે નવા બનેલા પાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ કર્યું આઝાદીની ખુશી માત્ર કલાકોમાં જ જૂનાગઢ વાસીઓ માટે દુસ્વપ્ન બની ગઈ હતી પરંતુ સરદાર પટેલની કુનેહ અને લોખંડી અભિગમને કારણે આજે જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો બની શક્યું...હેમાબેન આચાર્ય(સ્વાતંત્ર્ય સેનાની, જૂનાગઢ)