ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાનના સમુદ્રમાં હવાના દબાણના કારણે ગુજરાતમાં ગરમી ઘટી - temperature

જૂનાગઢઃ રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો, ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલા ભૂમધ્ય સમુદ્રમાં સર્જાયેલા હવાના નીચા દબાણને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે ગરમીમાં ઘટાડો થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 5:31 PM IST

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં આવેલા ફેરફારના વૈશ્વિક કારણોને આધારે જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ગરમી ઘટી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલા ભૂમધ્ય સમુદ્રમાં સર્જાયેલા હવાના નીચા દબાણે કારણે સમગ્ર ગુજરાતમાં વાદળો છવાઈ ગયા હતા. જેના કારણે તાપમાનમાં અંદાજિત 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને કારણે લોકોએ અકળાવનારી ગરમીમાંથી થોડી રાહત મેળી હતી, વાતાવરણમાં આવેલા અચાનક પલટાની અસરો 2 કે 3 દિવસ સુધી જોવા મળશે. ત્યાર બાદ ફરી ઉનાળાનો આકરો તાપ પડશે જેને લઈને લોકોએ આકરી ગરમી સહન કરવા માટે પણ તૈયાર રહેવું પડશે તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details