- ભેંસાણ તાલુકામાં ગેરકાયદે ખનનને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી
- રાજ્યની વડી અદાલતે મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર અને જૂનાગઢ કલેકટરને પાઠવી નોટિસ
- ખનનને લઈને જવાબ રજૂ કરવા વડી અદાલતનો આદેશ
ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મુખ્ય વન સંરક્ષક અને કલેકટરને પાઠવી નોટિસ
જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. તેવી ફરિયાદ સંજય કાપડીયા નામના કાર્યકરે અનેક વખત જૂનાગઢના અધિકારીઓને કરી હતી. તેમ છતાં ખનન પ્રક્રિયા બંધ નહીં થતા અંતે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટે આજે તેમાં સુનાવણી કરતા જૂનાગઢ જિલ્લા કલેકટર અને મુખ્ય વન સંરક્ષક ગાંધીનગરને નોટિસ પાઠવીને જવાબ કરવા તાકીદ કરી છે.
જૂનાગઢ : ભેંસાણ તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ચાલતી હોવાનું છોડવડીના જાગૃત નાગરિક સંજય કાપડિયા દ્વારા અનેક વખત રજૂઆતો જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક અધિકારીઓને કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારનો ખનન પ્રક્રિયાને લઇને નિર્ણય નહીં આવતાં અંતે સંજય કાપડિયાએ જાહેર હિતની અરજી રાજ્યની વડી અદાલતમાં કરતા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડી અદાલતે રાજ્યના મુખ્ય વનસંરક્ષક તેમજ જૂનાગઢ જિલ્લા કલેકટરને ગેરકાયદેસર ખનનના મામલામાં નોટિસ ફટકારીને આગામી દિવસોમા જવાબ રજૂ કરવાની તાકીદ કરી છે.