ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્ય 5 જિલ્લાઓમાં આયોજિત થશે - Climbing competition permission in Gujarat
જૂનાગઢઃ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા હવે રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ યોજવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્પર્ધા જિલ્લાઓમાં આગામી દિવસોમાં યોજવામાં આવશે
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાઓ હવે રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં યોજવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. વર્ષ 1971માં પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું બહુમાન સૌરાષ્ટ્રના એક દૈનિક સમાચાર પત્રકને જાય છે. 1996 સુધી આ સ્પર્ધાનું આયોજન વિવિધ સંથાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ રાજ્ય સરકર દ્વારા દર વર્ષે જૂનાગઢના ગિરનાર પર્વત પર આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જે હવે રાજ્યના વિવિધ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે.