ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢ મનપાને રાજ્ય સરકારે આપ્યા 27.50 કરોડ, આ રકમનો ઉપયોગ જૂનાગઢમાં વિકાસના કામોને લઈને કરવામાં આવશે - Gujarat Government

જુનાગઢઃ રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓ અને સ્વર્ણિમ ગુજરાત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મનપાને 27. 50 કરોડની ગ્રાન્ટ મળી હતી, આ ગ્રાન્ટનો ઉપયોગ હવે આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસના કામોને લઈને કરવામાં આવશે, તેવું જૂનાગઢના સત્તાધીશોએ જણાવ્યું હતું.

જુનાગઢ મનપાને રાજ્ય સરકારે આપ્યા 27.50 કરોડ, આ રકમનો ઉપયોગ જૂનાગઢમાં વિકાસના કામોને લઈને કરવામાં આવશે

By

Published : Aug 22, 2019, 8:58 PM IST

રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને રૂપિયા બે હજાર કરોડ કરતાં વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ મનપાને 27.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. જેનો આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસના કામોને લઈને ઉપયોગ કરવામાં આવશે. તેવું જૂનાગઢના સત્તાધીશોએ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યું હતું.

જુનાગઢ મનપાને રાજ્ય સરકારે આપ્યા 27.50 કરોડ, આ રકમનો ઉપયોગ જૂનાગઢમાં વિકાસના કામોને લઈને કરવામાં આવશે
આગામી દિવસોમાં જુનાગઢ મનપા વિસ્તારમાં આવતા નરસિંહ મહેતા સરોવર, ઉપરકોટનો કિલ્લો શહીદ જૂનાગઢ મનપાના માર્ગો જાહેર સુખાકારી માટે બગીચાઓ ભૂગર્ભ ગટર પીવાનું ચોખ્ખું પાણી તેમજ સ્ટ્રીટ લાઇટ માટે આ ગ્રાન્ટની રકમનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ મનપાની જરૂરિયાતને પહોંચી વળવા માટે વધુ કેટલીક રકમ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details