જૂનાગઢભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda meeting with party workers) અત્યારે ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત પ્રવાસે (BJP Campaign for Gujarat Election) છે. ત્યારે હવે તેઓ આજે (બુધવારે) બપોર પછી જૂનાગઢની મુલાકાતે આવશે. મતદાન પહેલા તેમની આ મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવે છે. ખાનગી હોટલમાં તેઓ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના (JP Nadda in Gujarat) અગ્રણી કાર્યકરો અને નેતાઓ સાથે એક બેઠક યોજશે.
જે પી નડ્ડા આજે જૂનાગઢમાં, કાર્યકર્તાઓ સાથે બંધબારણે કરશે બેઠક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે (બુધવારે) બપોર પછી જૂનાગઢની મુલાકાતે આવશે. અહીં તેઓ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બંધબારણે (JP Nadda meeting with party workers) બેઠક કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત સૂચક છેલ્લા દિવસો દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી (PM Narendra Modi) લઈને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રિય પ્રધાનોની ફોજ ગુજરાતના પ્રચાર અભિયાનમા જોડાઈ રહી (BJP Campaign for Gujarat Election) છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અહીં આવતા હોવાથી તેમની આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ (Gujarat Political News) ખૂબ સૂચક માનવામાં આવે છે. ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપના મોટા ગજાના નેતાઓ અને પદાધિકારીઓ સોરઠને ચૂંટણી પ્રચારનું કેન્દ્ર (BJP Campaign for Gujarat Election) બનાવી રહ્યા છે.
બેઠકમાં નડ્ડા સાથે સામેલ થશે અગ્રણી કાર્યકર અને નેતાઓભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા (JP Nadda meeting with party workers) ચૂંટણી પ્રચાર માટે (BJP Campaign for Gujarat Election) આજે જૂનાગઢ આવી રહ્યા છે. બપોર બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો અહીંનો કાર્યક્રમ નક્કી થયો છે. આજની તેમની મુલાકાત દરમિયાન કોઈ જાહેરસભાનું આયોજન કરાયું નથી, પરંતુ માત્ર શહેરની ખાનગી હોટલમાં ભાજપના અગ્રણી કાર્યકરો અને નેતાઓ સાથે નડ્ડા બંધબારણે બેઠક કરશે. આ બેઠક નવા રાજકીય સમીકરણને (Gujarat Political News) પણ વેગ આપી શકે છે.