જૂનાગઢરાજ્યમાં આ વખતની ચૂંટણીમાં (Gujarat Election 2022) અનેક બેઠકો એવી છે, જ્યાં ત્રિપાંખિયો નહીં પરંતુ ચતુષ્કોણીય જંગ જામશે. આવી જ એક બેઠક છે કેશોદ વિધાનસભા (Keshod Assembly Constituency) બેઠક. અહીંથી વર્તમાન ધારાસભ્ય ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તો અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના પૂર્વ ધારાસભ્ય ચૂંટણી જંગમાં જોવા મળે છે. પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારની સાથે કૉંગ્રેસના હીરાભાઈ જોટવાએ (Hirabhai Jotwa Congress Candidate For Keshod) દાવેદારી નોંધાવી છે. ત્યારે ઘણા વર્ષો બાદ આ બેઠક રાજકીય યુદ્ધમાં ચતુષ્કોણીય જંગ તરીકે ઓળખાઈ રહી છે.
કેશોદ બેઠકના તમામ 4 ઉમેદવારો જીતને લઈને આશાવાદીજૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી કેશોદ વિધાનસભા બેઠક (Keshod Assembly Constituency) પર રાજકીય ચતુષ્કોણ સમો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. કેશોદ બેઠક પરથી ભાજપના દેવાભાઈ માલમ (Junagadh Devabhai Malam BJP Candidate), કૉંગ્રેસના હીરાભાઇ જોટવા (Hirabhai Jotwa Congress Candidate For Keshod) આમ આદમી પાર્ટીના રામજીભાઈ ચુડાસમા (Ramjibhai Chudasama AAP Candidate For Keshod) અને અહીંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતરેલા અરવિંદ લાડાણી કેશોદ બેઠક (Keshod Assembly Constituency) જીતવાને લઈને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ઉમેદવારો રણનીતિ બનાવવામાં વ્યસ્ત તો આગામી પહેલી તારીખે મતદાન હાથ ધરાશે. ત્યારે ચારેય ઉમેદવારો તેમના તરફથી મતદારોને આકર્ષિત કરવા ચૂંટણી રણનીતિમાં વ્યસ્ત બન્યા છે. અહીંથી રાજ્ય સરકારના પ્રધાન દેવાભાઈ માલમ (Junagadh Devabhai Malam BJP Candidate) સાથે ભાજપનું કદ પણ પરિણામો બાદ સામે આવશે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતાને કેટલા કદાવર સાબિત કરી શકશે. તે ચૂંટણી પરિણામો બાદ મતદારો જાણી શકશે. સૌની વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ ચુડાસમા (Ramjibhai Chudasama AAP Candidate For Keshod) અને કોંગ્રેસના હીરાભાઇ જોટવા પોતે ધારાસભા નો જંગ જીતશે તેવો આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે