જૂનાગઢમતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ રાજકીય પ્રચારમાં જબરજસ્ત ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણીપ્રચારની વચ્ચે આજે પ્રચાર અભિયાનમાં રાજકારણ પ્રવેશ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. કોંગ્રેસના યુવાન નેતા (Young Congress leader) કનૈયા કુમાર આજે જૂનાગઢ નજીક મજેવડી ગામમાં ચૂંટણી સભા સંબોધવા માટે આપવાના હતા, પરંતુ ભારતીય વિમાનીકરણ ઓથોરિટી દ્વારા તેમના હેલિકોપ્ટરને કેશોદ એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર ઉતારવાની મંજૂરી નહીં અપાતા કનૈયા કુમારનો આજનો જૂનાગઢનો કાર્યક્રમ રદ થયો છે.
ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળ્યું રાજકારણગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ચાર દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર ના ગરમાવવાની વચ્ચે નેતાઓના પ્રચારને લઈને પણ રાજકારણ ગરમાવી રહ્યું છે આજે કોંગ્રેસ દ્વારા જૂનાગઢ નજીક મજેવડી ગામમાં ચૂંટણી સભાનું આયોજન (Election meeting at Majewadi village near Junagadh) થયું હતું. જેમાં કોંગ્રેસના યુવાન નેતા કનૈયા કુમાર સભામાં હાજર રહેવાના હતા, પરંતુ આજે કેશોદ એરપોર્ટ ખાતે તેમના ચોપર ને ટેકનિકલ કારણોસર ઉતરવાની મંજૂરી નહીં આપવામાં આવતા કનૈયા કુમાર નો આજનો જૂનાગઢ કાર્યક્રમ રદ થયો છે. ભારત સરકારના વિમાન પ્રધિકરણ વિભાગની પક્ષપાત ભરી નીતિને કારણે કોંગ્રેસી કાર્યકરોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. કનૈયા કુમાર યુવાન લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે, ત્યારે તેમની સભા નહીં થવા દેવાને લઈને રાજકીય પ્રચાર યુદ્ધમાં પક્ષપાત ભરી નીતિનો પણ પ્રવેશ થયો છે.