જૂનાગઢઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના મહિનાઓમાં(Gujarat Assembly Election 2022) યોજાશે ચૂંટણી શક્યતાઓને લઇને હવે ધીરે ધીરે રાજકીય વાતાવરણ પણ ખૂબ ગરમ થતુ જોવા મળી રહ્યું છે. ચૂંટણીના પડઘમની વચ્ચે ભાજપ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને તેમના તરફ (Gujarat Congress MLA)આકર્શિત કરીને સૌરાષ્ટ્રમાં પોતાને મજબૂત કરવાને લઈને પ્રયાસ કરી રહ્યું છે. તેવા કેટલાક અહેવાલો અને વિગતો સામે આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર બેઠકના ધારાસભ્ય અને કદાવર ખેડૂત નેતા હર્ષદ રિબડિયા (Harshad Ribadia)સાથે ETV Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં હર્ષદ રિબડિયા એ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસના હતા છે અને રહેવાના ભાજપ તેમની હતાશાને છુપાવવા માટેકોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવે છે તેવો દુષ્પ્રચાર કરી રહી છે.
ચૂંટણીનો જંગ જીતવા માટેના તમામ પ્રયાસો શરૂ -પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પરથી ચૂંટણી જંગ હારસે અને તેને લઈને તમામ આયોજન કોંગ્રેસ દ્વારા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો (Junagadh five assembly seats)પર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં વિધાનસભાના પ્રત્યેક બુથ પર કોંગ્રેસના કાર્યકરો મતદારો સમક્ષ પહોંચીને ભાજપની નબળાઈ અને કોંગ્રેસે કરેલા કાર્યો તેમની સમક્ષ રાખીને આગામી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટેના તમામ પ્રયાસો અત્યારથી શરૂ કરી દીધા છે.