- જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો થયો પગપેસારો
- મજેવડી બેઠક પરના અપક્ષ સદસ્ય કાંતિભાઈ ગજેરા આપ મા જોડાયા
- આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને આપની પૂર્વ તૈયારીઓની શરૂઆત
જૂનાગઢ : જિલ્લા પંચાયતની મજેવડી બેઠક પરના અપક્ષ સદસ્ય કાંતિભાઈ ગજેરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કાંતિભાઈનું આમ આદમી પાર્ટી ( Aam aadmi party )માં જોડાણ થતાં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી ( Aam aadmi party )ના પ્રતિનિધિની હાજરી ઊભી થઈ છે. અત્યાર સુધી જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષો સત્તા અને વિપક્ષ સ્થાને જોવા મળતા હતા, જેમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ( Aam aadmi party )નો પણ પ્રવેશ થયો છે. જેને લઇને આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજનું રાજકારણ પણ વધુ સક્રિય બનતું જોવા મળશે. ગત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કાંતિભાઈ ગજેરા અપક્ષ ઉમેદવાર તરીકે મજેવડી બેઠક પરથી ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતા. શનિવારના રોજ કાંતિભાઈ ગજેરા (Kantibhai Gajera) આમ આદમી પાર્ટી ( Aam aadmi party )માં જોડાતા પક્ષ ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવું પીઠબળ મળશે જે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં ખૂબ જ પ્રેરક પુરવાર થઈ શકે છે.
જૂનાગઢ વિધાનસભા બેઠક પર કાંતિભાઈ ગજેરા આમ આદમી પાર્ટી ( Aam aadmi party )નો ચહેરો બની શકે છે
જૂનાગઢ વિધાનસભા બેઠક પર કાંતિભાઈ ગજેરા આમ આદમી પાર્ટી ( Aam aadmi party )નો ચહેરો બની શકે છે. આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ની યોજવા જઇ રહી છે. આવી પરિસ્થિતિમાં જમીન સાથે જોડાયેલા ખેડૂત એવા કાંતિભાઈ ગજેરા જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે, તેવી ઉજ્જ્વળ શક્યતાઓ આજના દિવસે જોવાઇ રહી છે. મતદારો પર ખૂબ જ પકડ રાખનારા કાંતિભાઈ ગજેરા (Kantibhai Gajera) એક સમયે કોંગ્રેસના પાયાના પથ્થર અને સક્રિય કાર્યકર હતા, પરંતુ 2020માં કોંગ્રેસે તેમને જૂનાગઢ જિલ્લા પંચાયતની ટિકિટ નહીં આપતા તેમને અપક્ષ સદસ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીતીને પોતાનો દબદબો ફરી એક વખત કાયમ કર્યો હતો.
ઈસુદાન ગઢવીને લઈને કાંતિભાઈ ગજેરા જોવા મળી રહ્યા છે હકારાત્મક