જૂનાગઢઃરાજકીય પક્ષો માટે સૌરાષ્ટ્રની બેઠકો કાયમ ચર્ચાતો મુદ્દો રહ્યો છે. કારણ કે, સૌરાષ્ટ્રના રાજકારણની તાસીર ગુજરાતના અન્ય મહાનગર કરતા ઘણી અલગ છે. ક્યારેક મુદ્દો પ્રવાસનનો હોય કે પ્રાથમિક જરૂરિયાનો. ભૌગોલિક દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા (Junagadh Assembly Seat issue) ઘણું અલગ પડે છે. પહાડી વિસ્તાર ગણાતા જૂનાગઢમાં અનેક એવી મુશ્કેલીઓ છે જે મતદારો(Gujarat Assembly Election 2022) એ જણાવી છે. ખાસ કરીને પ્રાથમિક સવલતમામલે આખું ચિત્ર સ્પષ્ટ કર્યું છે.
જૂનાગઢને અન્યાયઃપાછલા 27 વર્ષના જૂનાગઢ વિધાનસભાના વિકાસને લઈને જૂનાગઢના અગ્રણી ભાવેશભાઈ વેકરિયા જણાવી રહ્યા છે કે, 9 નવેમ્બર 1947 થી લઈને આજ દિન સુધી જુનાગઢને સતત અન્યાય થયો છે. જેને કારણે જુનાગઢ વિકાસની પરિભાષામાં પાછળ પડેલું જોવા મળે છે. યોગ્ય આયોજન થતાં નથી. જેને કારણે વિકાસ જુનાગઢ સુધી પહોંચતા હાંફી જાય છે. જેને કારણે જૂનાગઢ વિધાનસભા બેઠક પર લોક નાયકોનું સર્જન પણ થયું નથી. જે જુનાગઢ માટે સૌથી મોટી નિષ્ક્રિયતા માનવામાં આવે છે.
Gujarat Assembly Election 2022: પ્રાથમિક સુવિધાના અભાવ સામે વાયદાની અમલવારી નહીં વિકાસ નેતાનો થયોઃજૂનાગઢના મતદાર તુષાર સોજીત્રા જણાવી રહ્યા છે કે પાછલા 27 વર્ષમાં જૂનાગઢના નેતાઓનો વિકાસ થયો છે. ગેરકાયદેસર બાંધકામાનો વિકાસ થયો છે. પરંતુ લોકોની માળખાગત અને પાયાની સુવિધામાં વિકાસ જોવા મળતો નથી.જૂનાગઢની આઝાદી માટે જે અરજી હકુમતની સ્થાપના કરાઈ હતી. તેવી નવી અરજી હકુમતની સ્થાપના જૂનાગઢના વિકાસ માટે કરવી પડે તેવો સમય આવી પહોંચ્યો છે.
અધિકારીઓની અવરચંડાઈ:જૂનાગઢના યુવાન મતદાર ખમીર મજમુદાર માની રહ્યા છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાય તમામ વિધાનસભા મતવિસ્તારમાં આવતી હોય છે. પરંતુ અધિકારીઓની આડોડાઈને કારણે કામ તેની સમય મર્યાદામાં પુરા થતા નથી. જેને કારણે વિકાસના ફળ યોગ્ય જગ્યાએ પહોંચતા નથી. જૂનાગઢના સ્થાનિક રાજકારણીઓ પોતાના પ્રયત્ન કરે છે. પરંતુ અધિકારીઓની અવરચંડાઈને કારણે જૂનાગઢનો વિકાસ રુધાયો છે. જેને કારણે સ્થાનિક રાજકારણીઓ લોકોના રોષનો ભોગ બને છે
આંદોલન અને લડતના મંડાણ:જૂનાગઢના સિનિયર મતદાતા બટુકભાઈ પાછલા 27 વર્ષ દરમિયાન જૂનાગઢમાં કોઈ પણ લોકઉપયોગી કામો શરૂ થાય અથવા તો તેની માંગ કરવામાં આવે તે પૂર્વે આંદોલનો અને લડત કરવાની ફરજ પડી છે. જૂનાગઢના પાછલો ઈતિહાસ તપાસ્યા બાદ સામાન્ય પીવાના પાણી કે ગટર જેવી જીવન જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે પણ જુનાગઢ શહેર અને જિલ્લામાં આંદોલન અને લડતના મંડાણ કરવા પડે છે. તેવી દારુણ પરિસ્થિતિ ની વચ્ચે પાછલા સમયનું રાજકારણ જુનાગઢમાં જોવા મળે છે.