જૂનાગઢમાં ફરી એક વખત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને સવાલો ઉભા થઇ રહ્યાં છે. ગુરુવારે જૂનાગઢમાં ધરતીપુત્રો માટે કામ કરી રહેલા બિન રાજકીય સંગઠન કિસાન ક્રાંતિ ટ્રસ્ટના કેટલાક પદાધિકારીઓને ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને કેટલીક ગેરરીતિ થઇ રહી હોવાની હકીકત જણાવી હતી. ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા મુલાકાત લેતા મગફળીના વજનથી લઈને ખરાબ અને રિજેક્ટ કરવામાં આવેલી મગફળી બોરીઓમાં ભરવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી.
જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરિતી થયાના આશંકા - ટેકાના ભાવે મગફળી
જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિ બહાર આવી છે. ગુરુવારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા ખરીદી સેન્ટરમાં તપાસ કરતા વજનથી લઇને રિજેક્ટ મગફળી હોવાનું સામે આવ્યું છે.
![જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરિતી થયાના આશંકા guaranteed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5901554-thumbnail-3x2-jnd.jpg)
જૂનાગઢ
જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરિતી થયાના આશંકા
ગત વર્ષે પણ જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. જે બાદ સરકાર પણ ભીંસમાં મુકાઈ હતી, ત્યારે આ વર્ષે સરકાર દ્વારા ગત વર્ષની ભૂલોને સુધારીને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની વાત કરી હતી. પરંતુ, આ વર્ષે પણ મગફળીની ખરીદી અનેક અનિયમિતતાને કારણે વધુ એક વખત ચર્ચામાં આવી છે. ત્યારે ખેડૂત આગેવાનો દ્વારા ખરીદીને લઈને સરકાર દ્વારા કોઈ નક્કર પગલા ભરવાની માગ કરવામાં આવી છે.