ગુજરાત

gujarat

ETV Bharat / state

HSC Result 2023 : જૂનાગઢમાં કેન્સર ગ્રસ્ત પિતાએ ઉધાર પૈસા લઇને પુત્રીને ભણાવી, પુત્રીએ ધોરણ 12માં 99.63 પીઆર મેળવ્યા - Class 12 General Stream Result in Junagadh

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં જુનાગઢની શ્રેયા ગેડિયાએ 99.63 પર્સન્ટાઇલ સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પુત્રીની સફળતા પાછળ કેન્સર ગ્રસ્ત પિતાની મહેનત પણ આટલી જ જવાબદાર છે. ઉછીના પૈસા લઇને પણ પુત્રીની ફી ભરીને પિતાએ સંતાનો પ્રત્યેની ફરજ અદા કરી છે. જેને પરિણામમાં પુત્રીએ સિદ્ધ પણ કરી બતાવી છે

HSC Result 2023 : કેન્સર ગ્રસ્ત પિતાએ ઉછીના રૂપિયા લઈને સંતાનોને ભણાવ્યા, દીકરીની મહેનત રંગ લાવી
HSC Result 2023 : કેન્સર ગ્રસ્ત પિતાએ ઉછીના રૂપિયા લઈને સંતાનોને ભણાવ્યા, દીકરીની મહેનત રંગ લાવી

By

Published : May 31, 2023, 4:41 PM IST

જૂનાગઢમાં કેન્સર ગ્રસ્ત પિતાની સંતાનો પ્રત્યે મહેનત રંગ લાવી

જૂનાગઢ : જુનાગઢ ની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી શ્રેયા ગેડીયા એ 99.63 પર્સન્ટાઈલ સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરિણામોમાં સફળતા મેળવ્યા બાદ શ્રેયાએ તેમનો શ્રેય શિક્ષકો માતા પિતા ભાઈ અને તેમની મહેનતથી વધારે કેન્સરગ્રસ્ત પિતાને આપ્યો છે. શ્રેયાના પિતા પાછલા 6 વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે. ત્યારે સંતાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પિતાએ ઉધાર પૈસા લઇને તેમને ભણાવી રહ્યા છે.

ETV ભારત સાથે વાત કરી હતી તેમને જણાવ્યું હતું કે, ઘરમાં પિતાને કેન્સર જેવી બીમારી છે અને અભ્યાસ માટે તેમજ દવા માટે થનારો ખર્ચ મેનેજમેન્ટ કરવો ખૂબ મુશ્કેલ હતો. પરંતુ પિતાએ કેન્સર જેવી બીમારી સામે લડતા લડતા ઉછીના રૂપિયા કરીને પણ શાળાની ફી અને શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો છે. જેનુ આજે પરિણામ તેને મળ્યું છે. આજના પરિણામથી તેઓ વ્યક્તિગત અને સમગ્ર પરિવારની સાથે શાળા પરિવાર પણ એકદમ ખુશ જવા મળે છે. શાળા પરિવારે પણ ખૂબ જ ઉજવળ દેખાવ કરનાર શ્રેયા ગેડીયાને આર્થિક પારિતોષિત આપવાનુ પણ નક્કી કર્યું છે. - શ્રેયા ગેડિયા, વિદ્યાર્થીની

પિતા છે કેન્સરથી પિડીત : શ્રેયા ગેડીયાના પિતા રાજેશભાઈ પોતે ત્રીજા તબક્કાના કેન્સરથી પિડીત છે. તેમ છતાં સંતાનો અભ્યાસથી વંચિત ન રહે તે માટે તેઓએ સતત ચિંતા કરી કેન્સર જેવી બીમારીમાં ખૂબ રૂપિયાની જરૂર પડે આવી પરિસ્થિતિમાં સંતાનો અભ્યાસથી વંચિત ન રહે તે માટે ઉછીના પૈસા કરીને પણ વગર ટ્યુશને શાળાની ફી ભરીને અભ્યાસ કરાવ્યો છે. આજે જાહેર થયેલા પરિણામોમાં પિતાનો પરિશ્રમ અને પુત્રીની મહેનત રંગ લાવતી જોવા મળી છે.

  1. HSC Result 2023 : પેપર બાકી હતાને પિતાને રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, દીકરીએ રિઝલ્ટમાં મારી સિક્સ
  2. HSC Result 2023 : વડોદરા જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓની મહેનત ફળી, ધો 12નું 67.19 ટકા પરિણામ
  3. HSC Result 2023 : અમદાવાદ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 66.83 ટકા પરિણામ

ABOUT THE AUTHOR

...view details