ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, એ જ ખુશીથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. વાયુ વાવાઝોડાની અસરથી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોએ વાવણી કરી હતી. ત્યાર બાદ વરસાદ ન થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મગફળીને પિયત માટે પાણી નથી.જગતનો નાથ જાણે જગતના તાતથી રૂઠ્યો છે, ત્યારે રોગચાળો પણ તેમાં સાથ દેતો હોય તેવુ લાગી રહ્યું છે.
જૂનાગઢમાં ખેડૂતોએ પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું, સુકારો લાગતા ખેડૂતો થયા પરેશાન
જૂનાગઢઃ જિલ્લાના નાનીઘંસારીમાં વાયુ વાવાઝોડાથી પહેલા વરસાદનું આગમન થયુ હતું, પરંતુ ત્યાર બાદ વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતિત છે. ત્યારે મગફળીના પાકમાં સુકારા નામનો રોગ આવતા નાની ઘંસારીના ખેડૂતનો પાક નિષ્ફળ જતાં તેમણે પાક પર ટ્રેકટર ફેરવી દિધું હતુ અને આ વિસ્તારના ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકનું સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
JND
નાનીઘંસારી ગામના ખેડૂત આશિષ હડીયાએ મગફળીનુ વાવેતર કર્યુ હતુ. જેમાં સુકારા નામનો રોગ આવતા ચાર વિઘાથી વધુ મગફળીનો પાક નિષ્ફળ થયો હોવાથી મગફળીમાં ટ્રેકટર ચલાવી દીધુ છે. અત્યાર સુધી ખેડૂતોએ વાવણી કરેલ ત્યારે ખાતર, બિયારણ, ખેડ સહીત ત્રણ હજારથી વધુનો પ્રતી વિઘે ખર્ચ કર્યો હશે. ત્યારે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો બેહાલ બન્યા છે. ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકનું સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.