ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં જીવામૃત દ્વારા ખેતી પદ્ધતિ અંગેની કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા હાજર - junagadh news

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢમાં જીવામૃત દ્વારા ખેતી પદ્ધતિને લઇને યોજવામાં આવેલી એક કાર્યશાળામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને ખેડૂતોને જીવામૃત થકી થતી ખેતી અને તેના ફાયદા અંગે જાણકારી આપીને ખેડૂતોને જીવામૃત ખેતી તરફ આગળ વધવાની સલાહ આપી હતી.

junagadh
જૂનાગઢ

By

Published : Feb 8, 2020, 2:49 PM IST

જૂનાગઢઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢના મહેમાન બન્યા હતા સુભાષ પાલેકર દ્વારા નિર્દેશિત જીવામૃત ખેતીની એક કાર્યશાળાનું આયોજન એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલે ઉપસ્થિત રહીને જીવામૃત ખેતી પદ્ધતિ અને તેના દ્વારા મળતા ફાયદાઓને લઈને ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આચાર્ય દેવવ્રતે જીવામૃત ખેતીના તેમના જાત અનુભવો ખેડૂતોની વચ્ચે આવીને આજે વાગોળ્યા હતા અને દરેક ખેડૂતને જીવામૃત ખેતી પદ્ધતિ અપનાવવા આગ્રહ કર્યો હતો.

જૂનાગઢમાં જીવામૃત દ્વારા ખેતી પદ્ધતિ અંગેની કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા હાજર
આગામી દિવસોમાં રાસાયણિક અને જંતુનાશક દ્વારા થતી ખેતી પદ્ધતિના ખૂબજ માઠાં પરિણામો જોવા મળશે જેને લઇને ડોક્ટર સુભાષ પાલેકર દ્વારા નિર્દેશિત જીવામૃત ખેતી દરેક ખેડૂતની અનિવાર્યતા બનશે ત્યારે પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત હવે રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે અગ્રેસર બનવું પડશે. જીવામૃત દ્વારા કરવામાં આવેલી ખેતીથી કૃષિ જણસોનાનું ઉત્પાદન અને તેની ગુણવત્તા વિશ્વસ્તરીય બનશે જેની સાથે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે પણ જીવામૃત ખેતી રામબાણ સમાન છે. બીજી તરફ જીવામૃતથી જમીનની ફળદ્રુપતા વધે છે જેને કારણે જમીન વધુ ઉપજાઉ બનશે અને તેનો સીધો ફાયદો ખેતી કરતા દરેક ખેડૂતને થશે માટે આજથી જ ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુત જીવામૃત ખેતી તરફ વળે અને આ વિચારને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની ધરા સાચા અર્થમાં સોનાથી લહેરાતી જોવા મળશે તેવો આશાવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details