ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સંભાવનાઓને પગલે ખેડૂતો અને લોકોમાં પણ નવી આશા જાગી છે.
ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર,આગામી દિવસોમાં જૂનાગઢમાં વરસાદની સંભાવના ઉલ્લેખનીય છે કે, રવિવારે જૂનાગઢ મહાનગરપાલિકા માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને કારણે રાજકીય પક્ષોની ચિંતા અને ઉચાટમા વધારો થાય તે સ્વાભાવિક છે.
પરંતુ ચાતક નજરે જૂનાગઢ અને સમગ્ર રાજ્યના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગાહી કરતા લોકોના જીવમાં પણ જીવ આવ્યો હતો. પાછલા 10 વર્ષમા ડોકિયું કરીએ તો આ વર્ષે સૌથી ઓછો 05 mm વરસાદ નોંધાયો છે. જે પાછલા દસ વર્ષનો સૌથી ઓછામાં ઓછો વરસાદ છે.
હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જુલાઈ માસમાં અંદાજિત 367 mm જેટલો વરસાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં થતો હોય છે. ત્યારે ચાલુ વર્ષે જુલાઈ માસમાં માત્ર 05 mm જેટલો વરસાદ થતા ખૂબ મોટી કહી શકાય તેવી વરસાદની ઘટ જોવા મળી રહી છે.