GOOD FRIDAY : સમગ્ર જગતમાં ભગવાન ઈશુ ખ્રિસ્તના બલિદાન ના તહેવાર તરીકે ગુડ ફ્રાઇડે મનાવાઈ રહ્યો છે જૂનાગઢ:આજે માનવજાતના કલ્યાણ માટે ઈસાઈ ધર્મના દેવદૂત સમાન ઈસુ ખ્રિસ્તના બલિદાનનો દિવસ ગુડ ફ્રાઇડે મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તે માનવ જાતિના કલ્યાણ માટે પોતાની જાતનુ બલિદાન આપીને ભગવાન અને લોકો વચ્ચે સારા સંદેશાનું માધ્યમ બન્યા હતા. તેમના આ પ્રસંગ રૂપે આજે જુનાગઢ ગુડ ફ્રાઈડે ની ઉજવણી કરવામાં આવી હતી.
આજે ગુડ ફ્રાઇડે નો તહેવારઃઈસાઈ ધર્મમાં ભગવાન તરીકે પૂજાય રહેલા પ્રભુ ઈસુના બલીદાન દિવસ તરીકે આજે સમગ્ર વિશ્વના ઈસાઈ ગુડ ફ્રાઇડે નો તહેવાર મનાવી રહ્યા છે. આજના દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તને કેટલાક લોકોએ માનવજાતના કલ્યાણ અને માનવ અને પ્રભુ સાથેનો સંવાદ કઈ રીતે થઈ શકે, તે માટેના માર્ગ પર ચાલવાની સલાહ આપતા હતા. જે કેટલાક લોકોને પસંદ નહીં આવતા આજના દિવસે તેમને ક્રોસ પર જીવતા ખીલા સાથે જડીને તેમને મોત ન આવે ત્યાં સુધી યાતનાઓ આપી હતી. તે દિવસની યાદમાં આજે સમગ્ર જગતના ઇશાઇઓ ગુડ ફ્રાઈડે નો તહેવાર મનાવે છે. ભગવાન ઈસુ નું બલિદાન ઈશ્વર અને સમગ્ર માનવ જાત વચ્ચે માનવ જાતના ઉદ્ધાર મોક્ષ અને તેનું તારણ થાય તે માટે માનવામાં આવે છે જેની યાદમાં આજે ગુડ ફ્રાઇડે નો તહેવાર મનાવાઇ રહ્યો છે.
આ પણ વાંચોઃGood Friday 2023: આજે ભગવાન ઇસુને સૂળી ચડાવવામાં આવ્યા હતા
આ તહેવારની ઉજવણી કરે છેઃઆજના દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તને જીવતા વધ સ્તંભ પર ચડાવી દેનાર તમામ લોકોને માફ કરવાની પણ ભગવાન ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રભુ આ લોકો શું કરી રહ્યા છે તેમની તેને ખબર નથી માટે તેઓને તમામ પાપોમાંથી મુક્ત કરવામાં આવે તેનો ઉધ્ધાર થાય અને તેઓ પણ મોક્ષના માર્ગે અનંતકાળ સુધી સ્વર્ગમાં બિરાજિત થાય તેવો પ્રેમ અને શાંતિનો સંદેશો પણ તેમના દ્વારા આજના દિવસે આપવામાં આવ્યો હતો. જેથી સમગ્ર ઈસાઈ સમુદાય આજે શુભ શુક્રવારના તહેવારની ઉજવણી કરે છે. બાઇબલમાં પણ ઉલ્લેખ થયો છે કે, લોહી વહેળાવ્યા વિના પાપ ને માફી મળતી નથી, ત્યારે જે લોકો પાપ કરી રહ્યા છે. તે તમામને તેમના લોહી દ્વારા માફી મળે તેવી ઉમદા ભાવના પણ ભગવાને ઈસુ ખ્રિસ્તના જીવનમાંથી મળી આવે છે.
આ પણ વાંચોઃGood Friday 2023: ગુડ ફ્રાઈડેની ઉજવણી કરતી વખતે કેટલીક બાબતો યાદ રાખવી
સવારે 9:00 કલાકે:ઈસાઈ ધર્મમાં જોવા મળતી લોક વાયકા મુજબ, શુક્રવારે સવારના 9:00 કલાકે ભગવાન ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા. બપોરના ત્રણ વાગ્યા સુધી ભગવાન અવતાર ઈશુને ખૂબ જ યાતનાઓ આપવામાં આવી હતી. વધસ્તંભ પર ચડેલા ભગવાન ઈશુએ પાપીઓ દ્વારા જે યાતનાઓ આપવામાં આવી છે. બાઇબલમાં ઉલ્લેખ થયા મુજબ તેમના મૃત્યુ સમયે સમગ્ર જગતમાં અંધકાર છવાઈ ગયો હતો. ધરતીકંપ અને પહાડો તેમજ ખડકો પણ તૂટી ગયા હતા. યરુશામેલ ના મંદિરનો પડદો પણ ફાટી ગયો હતો. જમીન પરથી કબરો ખુલી ગઈ હતી અને મૃત્યુ પામેલા સંતો ના શરીરો સજીવન થયા હતા અને લોકોને દર્શન પણ દીધા હતા.