સોનુ તમામ ભાવોને તોડીને આજે વૈશ્વિક ટોચની સપાટીએ પહોંચ્યું છે. વૈશ્વિક બજારોમાં જોવા મળતી ગળાકાપ હરીફાઈ તેમજ અમેરિકા અને યુરોપની બેંકોમાં અર્થતંત્રને લઇને સાવચેતીનું વલણ દાખવવામાં આવે છે. જેના પગલે સોનાના ભાવમાં જબ્બર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના દિવસે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 34000 ને પાર કરી ગયો છે. જે આવનારા દિવસોમાં સર્વોચ્ચ કહી શકાય તેવો 35000 ને પાર કરશે તેવુ સોનાના વેપારીઓ માની રહ્યા છે.
વૈશ્વિક બજારની હરિફાઈના પગલે સોનાનાં ભાવમાં ઉછાળો - Gold price boom
જુનાગઢઃ વૈશ્વિક બજારોમાં જોવા મળતી હરીફાઈ તેમજ બેંકિંગ ક્ષેત્રમાં સાવચેતીના પગલારૂપે લેવામાં આવેલા નિર્ણય બાદ સોનામાં જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ 35000 ને પાર જાય તેવી સંભાવનાઓ સોનાના વેપારીઓ વ્યક્ત કરી છે.
સોનામાં જોવા મળી રહી છે લાલચોળ તેજી વૈશ્વિક બજારોમાં થઈ રહેલી ગળાકાપ હરીફાઈને પગલે સોના ના બજાર ભાવ દિનપ્રતિદિન ઊંચકાઈ રહ્યા છે. શનિવારે ખુલતી બજારમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 34 હજારને પાર થઇ ગયો છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવ છે. એક તરફ યુરોપ અને અમેરિકાના કેટલાક દેશો દ્વારા તેમની અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા તેમજ બેન્કિંગ સેક્ટર વધુ મજબૂત બને તે માટે નવી આર્થિક નીતિઓનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે સોનાના બજાર ભાવ વધ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે સરહદી તણાવની સ્થિતિ દિવસેને દિવસે વધી રહી છે. તો બીજી તરફ ક્રૂડ ઓઇલનો ભાવ પણ હવે વધવા તરફ આગળ વધી રહ્યો છે. તેને જોતા વિશ્વના અર્થતંત્રની સ્થિરતા આપવા માટે સોનુ એકમાત્ર વિકલ્પ છે. જેને લઇને સોનાની ખરીદી અને સોનામાં થઈ રહેલું રોકાણ સોનાના બજાર ભાવો વધવા પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં સોનાનાં સરેરાશ બજાર ભાવોમાં ૧૦ ટકાનો વધારો થયો છે. તેમજ બેન્કોના નરમ વલણને કારણે પણ સોનામાં તેજી જોવા મળી રહી છેભારતીય બજારોમાં સોનાની માંગ અને સોના નું ચલણ એ સર્વસ્વીકૃત છે. ભારતમાં સોનાની ખરીદી અને તેમાં રોકાણ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે. હવે જ્યારે વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં નરમાશ જોવા મળી રહી છે. રોકાણ કરતાં એકમો સોનાને રોકાણ માટે શ્રેષ્ઠ માની રહ્યા છે. જેને કારણે સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે સોનાની ખરીદીમાં ઉછાળો સોનાના ભાવ વધારા પાછળનું એક જવાબદાર કારણ માનવામાં આવી રહ્યુ છે.
ભારતમાં મોદી સરકારે શપથ લીધા બાદ નાણાપ્રધાન તેમનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જેને લઇને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ તમામ રાજ્યોનાં નાણા પ્રધાનોની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે બોલાવી હતી. આ બેઠકમાં પણ અર્થવ્યવસ્થાને સ્થિર કરવી અને વિકાસના દરને કઈ રીતે આગળ વધારવો તેને લઈને તમામ નાણાં મંત્રાલયના અધિકારીઓ અને નાણાપ્રધાન પાસેથી સૂચનો માંગ્યા હતા. ભારતની અર્થવ્યવસ્થા જોવા જઈએ તો સારી ન કહી શકાય તેવી પરિસ્થિતિમાં છે બેન્કો પણ વ્યાજના દરમાં કોઈ ચોક્કસ અને સુનિશ્ચિત વધારો નથી કરી રહી. જેને કારણે રોકાણકારો પણ હવે સોનામાં રોકાણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. સોનામાં થતું રોકાણ એ કાયમ માટે ફાયદો કરાવી આપનારું હોવાને કારણે રોકાણકારોની દ્રષ્ટિએ સોનુ એ રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ હોય તે માટે સોનાની ખરીદી થઇ રહી છે. જેની વિપરીત અસર સોનાના બજારભાવ ઉપર પડતા આજે સોનાનો બજાર ભાવ વૈશ્વિક ઉચ્ચ કહી શકાય તેવો ચોત્રીસ હજારને પાર થઇ ગયો છે. જે આગામી સમયમાં ૩૫ હજારની પાર થાય તેવું સોનાના વેપારીઓ માની રહ્યા છે.