ગુજરાત

gujarat

By

Published : Feb 25, 2020, 2:54 PM IST

ETV Bharat / state

કોરોના વાઇરસની અસર તળે સોનામાં જોવા મળી રહ્યો છે વૈશ્વિક વધારો

કોરોના વાયરસની વિપરીત અસર તળે વૈશ્વિક સોના બજાર પર જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં સોનાના પ્રતિ 10 ગ્રામના બજાર ભાવમાં અંદાજિત 4500 કરતાં વધુનો તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને લઇને વૈશ્વિક સોનાનો બજાર ઐતિહાસીક સ્તરે જોવા મળી રહ્યું છે.

કોરોના વાઇરસની અસર તળે સોનામાં જોવા મળી રહ્યો છે વૈશ્વિક વધારો
કોરોના વાઇરસની અસર તળે સોનામાં જોવા મળી રહ્યો છે વૈશ્વિક વધારો

જૂનાગઢ : ચીનમાં હાહાકાર મચાવતા કોરોના વાઇરસની અસર તળે હવે વૈશ્વિક બજારમાં સોના પર જોવા મળે છે. છેલ્લા એક મહિનામાં પ્રતિ 10 ગ્રામ સોનાના બજાર ભાવમાં અંદાજિત 4500 જેટલો તોતિંગ કહી શકાય તેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને સોનાની વૈશ્વિક બજાર પ્રતિ 10 ગ્રામ 44500ની નજીક પહોંચી ગઈ છે. જે આગામી દિવસોમાં વધુ આગળ વધીને 45 હજારને પાર કરે તેવી પણ શક્યતાઓ જ્વેલર્સ વ્યક્ત કરી રહ્યા છે. હાલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે છે, ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય કરારો પણ સોનાની બજાર ભાવને ઉપર નીચે લાવવા માટે સક્ષમ હોવાનું પણ જ્વેલર્સ જણાવી રહ્યા છે.

કોરોના વાઇરસની અસર તળે સોનામાં જોવા મળી રહ્યો છે વૈશ્વિક વધારો
ચીનમાં જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે તેને પગલે શેર બજારનું ખૂબ જ ધોવાણ થઈ રહ્યું છે, ત્યારે શેરમા કરેલું રોકાણ પરત લઈને તેને સોનામાં રોકાણ કરવાની વ્યવસ્થાઓ થઈ રહી છે માટે સોનામાં રોકાણ વધતા અને તેની અસર નીચે સોનાની ખરીદી પણ વૈશ્વિક સ્તરે વધુ થતી જોવા મળી છે. જેને કારણે સોનાના બજાર ભાવો વધી રહ્યા છે અને આગામી દિવસોમાં સોનામાં વધારો સતત અને ધીમા પગલે, પરંતુ મક્કમ રીતે આગળ વધશે તેવું પણ જ્વેલર્સ માની રહ્યા છે તો બીજી તરફ આગામી દિવસોમાં અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, ત્યારે અમેરિકાની વિદેશ નીતિ સમગ્ર દુનિયાના અર્થતંત્ર પર અસર કરે છે. જે પૈકીની એક વ્યવસ્થા એટલે વૈશ્વિક સોનું બજાર હવે જ્યારે અમેરિકા પણ ચૂંટણીમાં જઈ રહ્યું છે જેને પગલે સોનાના વૈશ્વિક બજારમાં નરમાઈ જોવા મળશે તેવી શક્યતાઓ પણ જોવામાં આવતી નથી માટે આગામી દિવસોમાં સોનામાં હજુ પણ ભાવ વધારો જોવા મળશે તે વાત ચોક્કસ છે.

ABOUT THE AUTHOR

...view details