સોમનાથ જબલપુર વચ્ચે ચાલતી જબલપુર એક્સપ્રેસમાં આજથી જર્મન બનાવટના 22 જેટલા કોચને જોડીને શુભારંભ કરવામાં આવ્યો છે. આ કોચના લાગવાથી 24 કલાક જેટલી મુસાફરીના સમયમાં યાત્રિકોને વધુ સારી અને આરામદાયક મુસાફરીનો અહેસાસ થશે.
વર્ષોથી ચાલતી સોમનાથ-જબલપુર ટ્રેનનું કરાયું આધુનિકરણ... - germany
સોમનાથ: સોમનાથ-જબલપુર ટ્રેનમાં આજથી જર્મન બનાવટના 22 જેટલા કોચની શરૂઆત કરવામાં આવી છે. આ કોચથી યાત્રિકોને મુસાફરી વધુ સરળ બનશે.
ઘણાં વર્ષોથી ચાલી રહેલી ટ્રેન હવે આધુનિક બની ગઈ છે. 22 જેટલા કોચને જોડવામાં આવ્યા છે. જેમ કે, જનરલ ટિકિટ પર મુસાફરી કરતા, વાતાનુકૂલિત 1 ક્લાસ, 2 ક્લાસ, એસી 3 ટાયર અને સ્લીપર ક્લાસના કોચમાં આ પ્રકારનું ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા આ કોચ સામાન્ય બનાવટના હતાં જેને લઈને મુસાફરી દરમિયાન મુસાફરોને કેટલીક અગવડતાનો સામનો કરવો પડ્યો હતો, આ કોચ લાગવાથી યાત્રિકોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે, સાથે વિવિધ જરૂરિયાતો જેવી કે ટોઇલેટ, પીવાનું પાણી તેમજ વાતાનુકૂલિત કોચમાં સેન્ટ્રલ સિસ્ટમને કારણે મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.