મનપામાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણી માટે કોંગ્રેસના મહિલા મોર્ચા દ્વારા બેઠક બોલાવાઈ હતી. કોંગ્રેસ દ્વારા કલ્પના જોશીને નિરીક્ષક તરીકે નિમણૂંક કરી છે. ત્યારે મનપામાં આવતા 15 વોર્ડમાં ચૂંટણી લડવા ઈચ્છુક મહિલાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
જૂનાગઢ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસની મહિલા પાંખ સક્રિય - CONGRESS
જૂનાગઢઃ આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. જેના કારણે કોંગ્રેસના મહિલા અગ્રણીઓ દ્વારા તેની તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે.
FS
છેલ્લા બે દિવસથી કલ્પનાબેન મહિલા કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરી ચૂંટણી રણનીતિ બનાવી રહ્યાં છે. ત્યારે મનાની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતને લઈ કોંગ્રેસ સતર્ક થઈ છે. જૂનાગઢનો મહાનગરપાલિકામાં નિર્માણ બાદની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પરિવર્તન કરાવવા માટે મથામણ કરી રહી છે.