ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી બાદ રાજકીય લડાઈ હાથાપાઈ પર ઉતરી આવી, ભાજપ-કોંગી કાર્યકરો આવ્યા સામસામે

જૂનાગઢ: માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયેલા મનદુઃખનો મામલો હજુ પણ પૂર્ણ થયો નથી. બુધવારે કોંગી કાર્યકર પર માણાવદરમાં થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં કહેવાતા ભાજપના કાર્યકરો દ્વારા કોંગી કાર્યકરો પર હુમલાના વિરોધમાં ગુરૂવારના રોજ જિલ્લા પોલીસ વડા જૂનાગઢને આવેદનપત્ર આપીને આવા તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની કોંગી કાર્યકરોએ માંગ કરી હતી.

વીડિયો

By

Published : May 2, 2019, 3:31 PM IST

કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાના માણાવદર વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપતા માણાવદર બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. ચૂંટણી સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જેને લઈને ઉશ્કેરાટભર્યા બનાવો પણ બન્યા હતા. મતદાનના દિવસે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પર મેંદરડામાં ભાજપના કહેવાતા કાર્યકરોએ હુમલો કર્યો હતો તે મામલો શાંત નથી પડ્યો ત્યાં ગઈકાલે માણાવદરમાં કોંગી કાર્યકર પર હુમલો કરતા હવે સમગ્ર મામલો ઉગ્ર બની રહ્યો છે.

જવાહર ચાવડા ભાજપમાં જોડાતા માણાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હોય તેવી આ પ્રથમ ઘટના હતી. કોંગી કાર્યકરો પર થઈ રહેલા હુમલાને લઈને કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે કોંગી કાર્યકર પર થયેલા હુમલાને અતિ ગંભીર ગણીને આજે એટલે કે ગુરૂવારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંહને આવેદનપત્ર આપી અને હુમલાનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો.

ચૂંટણી બાદ રાજકીય લડાઇ હાથાપાઈ પર ઉતરી આવી, ભાજપ-કોંગી કાર્યકરો આવી રહ્યા છે સામસામે

આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે, ભાજપના સમર્પિત કાર્યકરો સમગ્ર વિધાનસભામાં કોંગી કાર્યકરોને માર મારવાની ઘટનામાં સામેલ છે અને તેમને ધાકધમકી આપી અને કોંગ્રેસમાં શું કામ કામ કરો છો એવી ધમકી આપીને તેમને માર મારતા હોય તેવી ફરિયાદ કોંગી કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાને કરી હતી. જિલ્લા પોલીસ વડા સમક્ષ કોંગી કાર્યકરોએ એવી પણ માંગ કરી હતી કે, કહેવાતા ભાજપના હુમલાખોર કાર્યકરને પકડી લેવામાં આવે અને તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે છે. જેથી હુમલાને બનતા રોકી શકાય અને ચૂંટણી સમયના રાજકીય રાગદ્વેષમાં કરવામાં આવેલા હુમલા બનતા અટકે અને રાજકીય કાર્યકરો મુક્ત મને તેમના મત વિસ્તારમાં રહી શકે તેવી વ્યવસ્થા કરવા જિલ્લા પોલીસ વડાને અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details