જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ચારે બાજુથી માઠા અને નુકસાનકારક સમાચારો મળી રહ્યાં હતા. ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણીને લઈ નાસીપાસ થતી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરો એક બાદ એક કેસરીયો ધારણ કરી રહ્યાં છે. તો બીજીતરફ કોંગ્રેસના સત્તાવર ઉમેદવારોએ ભાજપના સમર્થનમાં ઉમેદવારી પાછી ખેંચી રહ્યાં છે.
જૂનાગઢ કોંગ્રેસના યુવા નેતાઓએ પક્ષને વફાદાર રહેવા આપ્યા સંકેત
જૂનાગઢઃ જૂનાગઢ મનપાની ચૂંટણી સંદર્ભે એકતરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષને અલવિદા કહી રહ્યાં છે. ત્યારે યુવા નેતાઓએ કોંગ્રેસને વફાદાર રહેવાના સંકેત આપ્યા છે. તેમા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓના ટેકેદારોએ પક્ષને દગો ન કરવાની ખાતરી આપી છે.
તેવામાં કોંગ્રેસના યુવા નેતા જે પ્રથમવાર ચૂંટણીમાં છે તેઓ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે. તહાલમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિનુભાઈ અમીપરાએ કેસરીયો ધારણ કર્યો. ત્યારે તેમના ખાસ ટેકેદાર ગૌરવ ભીમાણીએ કોંગ્રેસને વફાદાર રહેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ દ્વારા જૂનાગઢ કોંગ્રેસને તોડવાના પ્રયત્નો વચ્ચે આ યુવા નેતાઓ કોંગ્રેસને મજબૂતી આપી રહ્યાં છે.
ગૌરવ ભીમાણી વોર્ડ નંબર-6માંથી ઉમેદવારી નોંધાવી છે. વીનુભાઈ અમીપરા ભાજપમાં જતાં તેમના ટેકેદાર ગૌરવ ભીમાણી પણ કોંગ્રેસનો હાથ છોડે તેવી ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ તેનો છેદ ઉડાડતા તેમણે જણાવ્યું કે હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. એક વફાાર સૈનિક તરીકે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છું. ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડવામાં આવી રહ્યાં છે તે દુરભાગ્યપૂર્ણ છે.