ગુજરાત

gujarat

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈ બેઠક યોજાઈ, જોવા મળી ઉગ્ર ચડભડ

અગિયારસથી પૂનમના દિવસે આયોજિત થતી ગરવા ગિરનારની લીલી પરિક્રમા ( Girnar Lili Parikrama )ના આયોજનને લઈને જૂનાગઢ કલેક્ટર કચેરી ( Junagadh Collector Office ) ખાતે કલેકટર સહિત જૂનાગઢ અને વન વિભાગના અધિકારીઓની સાથે પરામર્સ બેઠક ( Girnar Lili Parikrama Planning Meeting in Junagadh )નું આયોજન થયું હતું. જેમાં ચડભડ જોવા મળી.

By

Published : Oct 28, 2022, 5:03 PM IST

Published : Oct 28, 2022, 5:03 PM IST

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈ બેઠક યોજાઈ, જોવા મળી ઉગ્ર ચડભડ
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈ બેઠક યોજાઈ, જોવા મળી ઉગ્ર ચડભડ

ગિરનારઆગામી અગિયારસથી પૂનમ સુધી આયોજિત થતી ગિરનારની લીલી પરિક્રમાને લઈને આજે કલેક્ટર કચેરીમાં ( Junagadh Collector Office ) કલેક્ટર સહિત સાધુ સંતો અને ઉતારા મંડળ તેમજ અન્ન ક્ષેત્રના સંચાલકોની સાથે સામાજિક ક્ષેત્રના અગ્રણીઓને વચ્ચે એક બેઠકનું ( Girnar Lili Parikrama Planning Meeting in Junagadh )આયોજન થયું હતું. આ બેઠકમાં સામાજિક અગ્રણી બટુકભાઈ મકવાણા દ્વારા કેટલાક સવાલો ઉપસ્થિત કરાયા હતાં. જેને લઈને સાધુસંતો, કલેક્ટર અને બટુકભાઈ મકવાણા વચ્ચે એક સમયે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.

સાધુસંતો, કલેક્ટર અને બટુકભાઈ મકવાણા વચ્ચે એક સમયે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું

પરિક્રમાના આયોજનમાં ચડભડ આ બેઠકમાં આગામી પરિક્રમાના સુચારુ આયોજનને લઈને સરકારના અધિકારીઓ સાધુસંતો સામાજિક અગ્રણીઓ અને ઉતારા મંડળ તેમજ અનક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકમાં ( Girnar Lili Parikrama Planning Meeting in Junagadh )ચર્ચા કરવાની લઈને સૌ જૂનાગઢ કલેક્ટર કચેરીએ ( Junagadh Collector Office ) એકત્રિત થયા હતા. પરંતુ સાધુસંતો કલેક્ટર અને સામાજિક અગ્રણી બટુકભાઈ મકવાણા વચ્ચે આ બેઠકમાં ખૂબ જ ઉગ્રતા વ્યાપેલી જોવા મળી. રેલવે આરોગ્ય સહિત અનેક મુદ્દાને લઈને અધિકારીઓ સમક્ષ પોતાનો વિચાર રજુ કર્યો હતો જેને લઈને સાધુ સંતો કલેક્ટર અને બટુકભાઈ મકવાણા વચ્ચે ખૂબ જ ઉગ્ર વાતાવરણમાં ચર્ચાઓ થઈ હતી.

રેલવે અને આરોગ્યના પ્રશ્નોને લઈને મિટિંગમાં જોવા મળી ગરમાગરમી આજની બેઠકમાં ( Girnar Lili Parikrama Planning Meeting in Junagadh )હાજર રહેલા સામાજિક આગેવાન બટુકભાઈ મકવાણાએ રેલવે અને આરોગ્ય જેવી ગંભીર બાબતો પર સવાલ ઊભા કર્યા હતા. બટુકભાઈ માંગ કરી રહ્યા હતા કે પરિક્રમામાં આવવા માટે મુસાફરોને જે પ્રકારે રેલવેના ડબ્બા ઉપર બેસીને આવવું પડે છે આવી પરિસ્થિતિમાં રેલવે તંત્ર દ્વારા કેવું આયોજન થયું છે તેને લઈને સરકારી અધિકારીઓ પાસે જવાબ માંગ્યો હતો. પરંતુ રેલવે વિભાગમાંથી કોઈ પણ અધિકારી હાજર નહીં રહેતા કલેક્ટર અને ભવનાથ મંડળના સાધુ સંતોની સાથે બટુકભાઈ મકવાણાની ખૂબ જ ઉગ્ર અને ગરમાગરમી ભર્યા વાતાવરણમાં ચર્ચા થઈ હતી. બટુકભાઈ માંગ કરી રહ્યા હતા કે પરીક્રમા દરમિયાન રેલવે સહિત આરોગ્ય વિભાગની ખૂબ મહત્વની જવાબદારી છે ત્યારે આગામી પરિક્રમાને લઈને કેવું આયોજન કર્યું છે તેને લઈને ઉપસ્થિત સૌને માહિતી મળવી જોઈએ. આ વાતને લઈને ( Junagadh Collector Office ) વાતાવરણ એકદમ ચડસાચડસી બની ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details