પાવનકારી લીલી પરિક્રમા અતિવિકટ અને કપરી માનવામાં આવે છે. જંગલના ઉબડખાબડ રસ્તાઓ તો ક્યાંક ચાર પગે પણ ચાલીને પાર કરવી પડે તેવી કપરી ટેકરીઓ પરિક્રમાર્થીઓ પાર કરીને ભવ-ભવનું ભાથુ બાંધવ આ પરિક્રમામાં આવતા હોય છે.
પરિક્રમા પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે, શ્રદ્ધાળુઓનો જુસ્સો યથાવત - ગિરનાર પરિક્રમા લેટેસ્ટ ન્યૂઝ
જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમા હવે તેના અંતિમ પડાવ ભવનાથ તરફ આગળ વધી રહી છે, ત્યારે પરિક્રમાના રૂટ પર બોરદેવીથી માનવ મહેરામણ ભવનાથ તરફ જય ગિરનારીના નાદ સાથે આગળ વધી રહ્યો છે.
ગિરનાર લીલી પરિક્રમા
અંદાજીત 30 કિલોમીટર જેટલું અંતર કાપીને શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ આવતા હોય છે, ત્યારે તેની આ પરિક્રમા પૂર્ણ થાય છે. આ પરિક્રમામાં આવેલા પદયાત્રીઓનું માનવ મહેરામણ આજે બોરદેવીથી ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યું છે. જેને લઇને પરિક્રમા રૂટ પર મોટી સંખ્યામાં ભાવિકો અને પદયાત્રીઓ જોવા મળ્યા હતા.
Last Updated : Nov 10, 2019, 7:55 PM IST