ગુજરાત

gujarat

ETV Bharat / state

Gir Somnath Crime: દારૂની હેરફેરનો દિમાગ કામ ન કરે એવો કીમિયો જોઈ પોલીસ ચોંકી - Gir Somnath crime police seized

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સમયાંતરે દારૂનો જે પ્રમાણે સ્ટોક પકડાય છે એના પરથી પોલીસની કામગીરી સામે ઘણી વખત ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. દારૂની હેરાફેરીનો પર્દાફાશ સોમનાથ પોલીસે કર્યો છે. જેમાં એક છોટા હાથી વાહનની તપાસ કરતા દારૂનો સ્ટોક મળી આવ્યો હતો. જેમાં ચાલાકી પૂર્વક એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનું દેખીતી રીતે કોઈની નજરમાં આવે એમ ન હતું. આ પહેલા પણ આ જ રૂટ ઉપરથી બાઈકમાં દારૂની હેરાફેરી થતી પકડાઈ હતી.

દારૂની હેરાફેરીનો નાયબ કીમીયો ગીર સોમનાથ પોલીસે કર્યો ઉજાગર
દારૂની હેરાફેરીનો નાયબ કીમીયો ગીર સોમનાથ પોલીસે કર્યો ઉજાગર

By

Published : Apr 11, 2023, 2:24 PM IST

દારૂની હેરાફેરીનો નાયબ કીમીયો ગીર સોમનાથ પોલીસે કર્યો ઉજાગર

ગીર સોમનાથ: ગીર સોમનાથ થી દીવ સુધીનો રૂટ દારૂની હેરાફેરી માટે હોટ ફેવરિટ હોય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છોટા હાથી વાહનનો ચાલક ચોરી-છુપી રીતે દારૂનો સ્ટોક લઈ આવતો ઝડપાયો છે. પોલીસે આ વાહનની તપાસ કરતા દારૂનો સ્ટોક મળી આવ્યો હતો. વાહનમાં જે રીતે ચોરખાનું બનાવ્યું હતું એ જોઈને પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. આ ચોરખાનામાંથી 200 થી વધારે દારૂની બોટલ મળી આવતા પોલીસે પ્રોહેબિશન એક્ટ હેઠળ કાયદેસરના પગલાં લીધા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, છોટા હાથી નામના વાહનમાં દારૂનો સ્ટોક આવી રહ્યો છે. જેના પગલે જિલ્લા પોલીસની ટીમે ખાસ વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો Gir Somnath Crime : દેશી દારૂના પીઠા પર દરોડા કરતા પોલીસ પર હુમલો, કર્મીઓ ઈજાગ્રસ્ત

પોલીસે કર્યો ઉજાગર:સોશિયલ મીડિયાના સમયમાં ગુનાખોરી આચરવા માટે હવે બુટલેગરો નતનવા કિમીયાઓ અને અખતરાઓ અજમાવતા થયા છે જેનું ઉદાહરણ દેલવાડા નજીક અંજાર ગામ પાસે સામે આવ્યું છે ઉના તાલુકાના અંજાર ગામનો રમેશ વંશ પોતાના વાહન છોટા હાથીમાં ખૂબ જ સફળતાપૂર્વક અને કોઈપણ વ્યક્તિને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ન ઉપજે તે પ્રકારનું ચોરખાનું બનાવીને તેમાં દારૂની હેરાફેરી કરતો હશે જેની ગીર સોમનાથ પોલીસને ખબર મળતા ઉના નજીક પોલીસે છોટા હાથી વાહનમાં તપાસ કરતા ચોરખાનું મળી આવ્યું હતું. જેને જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી આ ચોર ખાનામાંથી 211 જેટલી ભારતીય બનાવટની દારૂની બોટલો મળી આવી છે જેને કબજો કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Gir Somnath Holi 2023 : પક્ષીઓની ચણ માટે બોરવાવ ગામમાં આયોજિત થાય છે અનેરો કાર્યક્રમ

અજમાવતા થયા:જ્યારથી સંઘ પ્રદેશ દીવ અને ગુજરાતને જોડતી ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે ત્યારથી દારૂની હેરાફેરી નતનવા કિમીયાઓ સામે આવી રહ્યા છે. જેમાં લીલા નાળિયેર માછલીના બોક્સ ડુંગળી અને બટાકાની બોરી ઓ ભંગાર નાસ્તો ભરેલા મોટા તપેલાઓ તેમજ એસટી બસમાંથી પણ દારૂ પકડાયાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે છોટાહાથી વાહનમાં ખૂબ જ ચીવટતાથી અને પ્રથમ દ્રષ્ટિએ શંકા ન ઉપજે તે પ્રકારનું ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થઈ રહી હતી. જેનો પર્દાફાશ સોમનાથ પોલીસે કર્યો છે. દારૂના જથ્થા સાથે અંજાર ગામના રમેશ વંશની પોલીસે અટકાયત કરી છે. જેમાં ચંદુભાઈ જણકાટ અને પંચમુર્તી વાઇન શોપ દીવના માલિક ફરાર બતાવવામાં આવ્યા છે. આ બંનેની ધરપકડ કરવા પણ સોમનાથ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details