ભિક્ષાવૃત્તિના ઓઠાંમાં લૂંટ ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડોદરા ગામમાં ખેડૂતની સંપત્તિ પર હાથ ફેરો કરીને પલાયન થઈ ગયેલા મામા ભાણેજની જોડીને પોલીસે પકડી પાડી છે. ખેડૂત પરિવારને સંપત્તિ અને દાગીનામાં કોઈ મેલી નજર લાગી ચૂકી છે તેવો ભરોસો સંપાદન કરીને મામા અને ભાણેજની જોડીએ ખેડૂતના સોનાના દાગીના અને રોકડની લૂંટ કરીને ફરાર થયા હતા. જેને પોલીસે પકડી પાડીને મામા ભાણેજની લૂંટનો પર્દાફાશ કર્યો છે.
લૂંટારુ મામા ભાણેજની ટોળકી પકડાઈ: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડોદરા ગામમાં ગત 17 તારીખના દિવસે બનેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સોમનાથ પોલીસે વીજપડીના કનુ માંગરોળીયા અને ભાવનગર જિલ્લાના મોટાખુટવડા ગામની માધુરી પરમારને કુલ 3,92,220 ના સોનાના દાગીના અને રોકડ સાથે કોડીનાર તાલુકાના હરમડિયા આલીદર માર્ગ પરથી પકડી પાડીને કડોદરા ગામમાં ખેડૂતના ઘરે લૂંટના કેસને ઉકેલી નાખ્યો છે.
મામા ભાણેજની આ ટોળકીને કડોદરા ગામમાં સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટના આરોપમાં પકડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ સરળ શિકાર શોધીને લોકોની સંપત્તિ પર મેલી મુરાદ કામ કરી રહી છે તેને દૂર કરવી પડશે તેવા વિશ્વાસમાં લઈને અંતે ઘરમાં વિધિના બહાને પહોંચી જે તે પરિવારના સભ્યોને કેફી પીણું પીવડાવીને દાગીના અને રોકડ રકમ લઈને પલાયન થઈ જતા હતા. આ બંને પકડાયેલા આરોપી સામે અમરેલી ભાવનગર સોમનાથ અને સુરત જિલ્લામાં મળીને કુલ 9 જેટલા ગુનાઓ રજીસ્ટર થયા છે. પોલીસે બંને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે...જીતેન્દ્ર અગ્રવાલ(મદદનીશ પોલીસ અધિક્ષક,ઉના)
આરોપીઓના નામે 9 ગુના: કોઈપણ જગ્યાએ લૂંટ કરતા પૂર્વે શાતીર દિમાગના મામા ભાણેજ સતત ભિક્ષાવૃત્તિ કરીને જેતે વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરી અંતે અનુકૂળ સમય શોધીને સોનાના દાગીના અને રોકડની લૂંટ કરતા હતા. આ અગાઉ આ બંને વિરુદ્ધ ગુજરાતના રાજુલા મહુવા ઉના અને સુરત જિલ્લામાં નવ જેટલા સોના ચાંદી અને રોકડ રકમની ઉઠાંતરીના ગુનાઓ નોંધાયેલા જોવા મળે છે.
ભિક્ષુક બનીને કરતા હતા રેકી: પકડાયેલા બંને આરોપી કનુ માંગરોળીયા અને માધુરી પરમાર ભિક્ષાવૃત્તિ કરીને સરળ શિકારને શોધી તેનો વિશ્વાસ સંપાદન કરતા હતા. પહેલા કનુ માંગરોળીયા ગામમાં ભિક્ષાવૃત્તિ કરવાના બહાને એકમાત્ર રૂપિયો ભિક્ષામાં લેતો હતો. જેને લઈને ગામના લોકોનું વિશ્વાસ સંપાદન થાય. ત્યારબાદ તે સરળ શિકારને શોધીને તેની ભાણેજ માધુરી પરમારને રામાપીરની ભક્ત અને માતાજી ગણાવીને સંપત્તિમાં વધારો થાય તે માટે વિધિ કરવાના બહાને લૂંટ આચરીને ફરાર થઈ જતા હતા. ગત 17 તારીખના દિવસે પણ આ બંને આરોપીએ કડોદરા ગામના ખેડૂતના ઘરે સોનાના દાગીના અને રોકડ પર કોઈ મેલી મુરાદ લાગી છે તેને દૂર કરવા માટેની વિધિ કરવી પડશે તેમ ફોસલાવીને ખેડૂતના ઘરે વિધિના બહાને કોઈ કેફી પદાર્થ પીવડાવીને બેભાન કરી ત્યાંથી રોકડ અને દાગીનાનું પોટલું લઈને ફરાર થઈ જતાં હતાં.
- Ahmedabad Crime : દિલ્હીના અઠંગ ગુનેગારોએ કરી હતી 46 લાખની લૂંટ, આંગડીયાને લૂંટી જીગાના પીસ્ટલ ખરીદવામાં રુપિયા વાપર્યાં
- Valsad Crime: કપરાડાના પેટ્રોલપંપ ઉપર 7 લાખથી વધુની લૂંટ, 10 લૂંટારું પૈકી 2 ઝડપાયા
- Ahmedabad News: અમદાવાદના સોની વેપારીનો પીછો કરી ભરૂચમાં 1.21 કરોડની લૂંટ કરનાર બે આરોપીઓ દાણીલીમડાથી ઝડપાયા