જૂનાગઢઃ આજે ગીર જંગલમાં ભાગ્યેજ જોવા મળતા હોય છે અદભુત દ્રશ્યો આજે વન વિભાગના કેમેરામાં કેદ થયા હતા એક સિંહણ તેના 3 બચ્ચાં સાથે નદી ઓળગતી હોય તેવો વીડિયો આજે સામે આવ્યો છે, તો બીજી તરફ એક દીપડો પોતાની તરસ છુપાવતો હોય તેવા અભિભૂત કરી નાખે તેવા દ્રશ્યો આજે સામે આવ્યા હતા.
જૂનાગઢના ગીર જંગલ વિસ્તરામાં જોવા મળ્યા અદ્દભૂત દ્રશ્યો, જુઓ વીડિયો - સિંહ અને દીપડા
જૂનાગઢના ગીર જંગલ વિસ્તરામાં જોવા મળ્યા અદભુત દ્રશ્યો સિંહણ તેના બચ્ચાં સાથે નદી ઓળંગતી હોય તેવા દ્રશ્યો વન વિભાગના કેમેરામાં કેદ થયા હતા.
ગીર જંગલ વિસ્તરામાં જોવા મળ્યા અદભુત દ્રશ્યો
આ દ્રશ્યો જૂનાગઢ નજીક આવેલા દેવળીયા સફારી પાર્કના નહોવાનું માનવામાં આવે છે આ વિસ્તરામાં સિંહ અને દીપડાનો કાયમી વસવાટ જોવા મળે છે, ત્યારે આજે વન વિભાગની ટિમ સવારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે આ દ્રશ્યો વન વિભાગને કેમેરામાં કેદ કરવાની અવિસ્મણીય તક મળી હતી. જેને કેમેરામાં કંડારવામાં વન વિભાગના અધિકારીઓને સફળતા મળી હતી.