જૂનાગઢઃ ગુરૂવારના રોજ શ્રાદ્ધનો અંતિમ દિવસ એટલે કે, અમાસના દિવસે સર્વ પિતૃ તર્પણને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. જેને લઈને ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ પોતાના પિતૃઓનું તર્પણ કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી.
શ્રાદ્ધનો અંતિમ દિવસ એટલે કે શ્રાદ્ધ પક્ષની અમાસ છે. આ દિવસે સર્વ પિતૃઓને તર્પણ કરવાનું પણ મહિમા આપણા ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યો છે. તે દિવસે કરેલું પિતૃઓનું તર્પણ સર્વે આત્માઓને પહોંચે છે. તેવી ધાર્મિક માન્યતાને લઈને સર્વ પિતૃ તર્પણ કરવામાં આવતું હોય છે. ગિરનારની ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ પોતાના સર્વે પિતૃઓનું તર્પણ કરી પીપળે પાણી રેડી આસ્થાની ડૂબકી લગાવીને પોતાના તમામ પિતૃઓનો મોક્ષ થાય અને તેમને હરિના શરણમાં જગ્યા મળે તેવી ભાવના સાથે સર્વપિતૃ અમાસ નિમિત્તે તર્પણ વિધિ સંપન્ન કરી હતી.
અમાસના દિવસે સર્વ પિતૃ તર્પણ કરવા માટે દામોદર કુંડમાં ભક્તોનું ઘોડાપૂર
શ્રાદ્ધનો અંતિમ દિવસ અટલે અમાસનો દિવસ આ દિવસે સર્વ પિતૃ તર્પણનું ખાસ મહત્ત્વ રહેલુ છે. જેથી ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ ગુરૂવારના રોજ સર્વ પિતૃ તર્પણન કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી.
અમાસના દિવસે સર્વ પિતૃ તર્પણ કરવા માટે દામોદર કુંડમાં ભક્તોનું ઘોડાપૂર
મહાત્મા ગાંધીની ઈચ્છા અનુસાર તેમના અસ્થિનું વિસર્જન શામળદાસ ગાંધી દ્વારા અહીં જ કરવામાં આવ્યું હતું. જેને કારણે દામોદર કુંડનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે, ત્યારે અમાસના દિવસે દામોદર કુંડમાં ભાવિકોએ પોતાના પિતૃઓનું તર્પણ કરીને તેમને શ્રેષ્ઠ અને ઉત્તમ ચરણોમાં સ્થાન મળે તે માટે તેમનું તર્પણ કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી.