- સમગ્ર રાષ્ટ્રમાંઆજે 'માં' ગાયત્રીની જન્મ જયંતિ (Gayatri Jayanti)ની કરવામાં આવશે ઉજવણી
- જૂનાગઢમાં આવેલા ગાયત્રી શક્તિ પીઠ માતાનાં મંદિરે ભક્તો કરશે દર્શન
- આજના દિવસે ગાયત્રી મંત્રના જાપ અને માતાના દર્શન કરવાથી મળે છે વિશેષ ધાર્મિક ફળ
જૂનાગઢઃ જેઠ મહિનાની દશમના દિવસે 'માં' ગાયત્રીનું પૃથ્વી પર અવતરણ થયું હોવાથી આજે જૂનાગઢના ભવનાથમાં આવેલા ગાયત્રી શક્તિ પીઠ મંદિરમાં ભક્તો દ્વારા 'માં' ગાયત્રીના દર્શન કરીને આજે ગાયત્રી જયંતિની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે દર્શન અને યજ્ઞમાં ભાગ લેવાથી વિશેષ શુભ ફળ પ્રાપ્ત થતું હોવાને કારણે તેમજ આજના દિવસે 'માં' ગાયત્રીના દર્શન કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જેને કારણે 'માં' ગાયત્રીના ભક્તો દર્શન કરીને ગાયત્રી જયંતિની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરશે.
આજે સમગ્ર રાષ્ટ્રમાં ગાયત્રી જયંતિની થઇ રહી છે ઉજવણી
આજે સમગ્ર રાષ્ટ્રમાં ગાયત્રી જયંતિની ધાર્મિક આસ્થા અને પૂજન સાથે ઉજવણી થશે. જેઠ મહિનાની દશમના દિવસે 'માં' ગાયત્રીનું પૃથ્વી પર અવતરણ થયું હોવાની ધાર્મિક માન્યતાને લઈને આજના દિવસે 'માં' ગાયત્રીની જયંતિ(Gayatri Jayanti) ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહી છે. 'માં' ગાયત્રીને મોક્ષદા અને ગૌરવ પ્રદા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ સવાર અને સાંજ પ્રત્યેક વ્યક્તિઓ ગાયત્રી મંત્રનો સતત જાપ કરે તો તેના થકી દરેક વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો હોવાની આપણી ધાર્મિક માન્યતા છે. જેને કારણે ગાયત્રી મંત્ર સમગ્ર ઘરમાં આજે સંભળાતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે 'માં' ગાયત્રીની પૂજા અને મંત્રનો જાપ કરવાથી સંસારના દુઃખમાંથી મુક્તિ મળે છે. તેવી ધાર્મિક આસ્થા આજે પણ જોવા મળે છે. જેને કારણે ગાયત્રી જયંતિની ખૂબ વિશેષ ધાર્મિક આસ્થા સાથે ભાવિકો ઉજવણી કરશે.