છૂટક બજારમાં લસણના પ્રતિ કિલો 300થી 400 રુપિયા જૂનાગઢઃ દિવાળીના દિવસોમાં ડુંગળીની કિંમત પ્રતિ કિલોએ 60થી 70 રૂપિયા થઈ હતી. અત્યારના દિવસોમાં છૂટક બજારમાં લસણની કિંમત પ્રતિ કિલોએ 300થી 400 રુપિયા જોવા મળી રહ્યું છે. જો કે લસણના નવા પાકને માર્કેટમાં આવતા હજુ 2થી અઢી મહિનાનો સમય લાગવાનો છે. તેથી ગ્રાહકોએ મોંઘુ લસણ વાપરવું પડે તેવી સ્થિતિ થઈ છે.
લસણ કિંમતની 'એવરેસ્ટ' છલાંગઃ આપણે ડુંગળીના બજાર ભાવોમાં ઐતિહાસિક ઉછાળાનો માર વેઠી ચૂક્યા છીએ. 2 મહિના બાદ ડુંગળીના ભાવો સ્થિર થયા પરંતુ હવે લસણના બજાર ભાવોએ 'એવરેસ્ટ' છલાંગ લગાવી છે. જૂનાગઢની છૂટક બજારમાં લસણની કિંમત 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જોવા મળી રહ્યા છે જે પાછલા ઘણા વર્ષોના સૌથી સર્વોચ્ચ માનવામાં આવી રહ્યા છે જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સરેરાશ પ્રતિ દિવસ 10 થી 20 ક્વિન્ટલ જેટલા લસણની આવક થઈ રહી છે
મર્યાદિત આવકઃ અત્યારે માર્કેટમાં લસણની આવક મર્યાદિત રહેતી હોય છે. જેના પરિણામે લસણમાં સરેરાશ વધારો જોવા મળતો હોય છે. જો કે આ વર્ષે આ સરેરાશ વધારો 'ઐતિહાસિક' છે. આ દિવસોમાં નવા લસણનું વાવેતર થયું હોય છે. જેથી ખેડૂતો પાસે લસણનો સ્ટોક હોતો નથી. ગત સિઝનનું લક્ષણ જથ્થાબંધ વેપારીઓ પાસે હોય તે માર્કેટમાં આવી રહ્યું છે. જેને કારણે લસણના બજાર ભાવોમાં ઐતિહાસિક વધારો જોવા મળે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માત્ર જેતપુર અને ગોંડલ તરફથી લસણની આવક થઈ રહી છે. જ્યાં સુધી નવું લસણ બજારમાં ન આવે ત્યાં સુધી હજુ 2 મહિના માટે લસણના ભાવોમાં આકરી તેજી જોવા મળશે.
નવા લસણનું વાવેતર હજી થયું જ છે અત્યારે વેપારીઓ પાસે ગોડાઉનમાં રહેલ લસણ બજારમાં આવી રહ્યું છે. જેના કારણે લસણના બજાર ભાવો વધી રહ્યા છે. જ્યાં સુધી નવું લસણ બજારમાં ન આવે ત્યાં સુધી હજુ 2 મહિના માટે લસણના ભાવોમાં આકરી તેજી જોવા મળશે. અત્યારે જે ભાવો ચાલી રહ્યા છે તે ખૂબ જ વધુ છે, કારણ કે નવા લસણની આવક એકદમ બંધ થયું છે...હરેશ પટેલ(સચિવ, જૂનાગઢ એપીએમસી)
જથ્થાબંધ બજારમાં 300થી 350 રુપિયા પ્રતિ કિલોએ ખરીદેલું લસણ છૂટક બજારમાં 400 રુપિયા પ્રતિ કિલોએ પણ પરવડતું નથી પરંતુ આનાથી વધારે ભાવ ગ્રાહકો આપી શકે નહિ તેથી છૂટક બજારમાં સારું લસણ 400 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય રહ્યું છે...રસિકભાઈ(લસણના છુટક વેપારી, જૂનાગઢ)
- Rajkot Agriculture : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવકના શ્રીગણેશ, 20 કિલોના ભાવ કેટલા?
- Chinese Garlic : જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં કેમ થયો ચાઇનાના લસણનો વિરોધ, જાણો