જૂનાગઢઃ ભાદરવા સુદ આઠમના દિવસે ગણપતિ બાપાને આવતા વર્ષે ફરી વહેલા પધારવાના નિમંત્રણ (ganesh chaturthi celebration Junagadh) સાથે ધાર્મિક આસ્થા અને રાસની રમઝટ વચ્ચે વિદાય (Ganesh Visarjan) આપવામાં આવી હતી. જૂનાગઢમાં (Ganesh Chaturthi 2022) ખૂબ મોટી સંખ્યામાં ગણપતિને વિદાય આપવા માટે ભક્તો જોડાયા હતા. ગણપતિ બાપાને હર્ષભેર વિદાય આપવામાં આવી હતી. ભાદરવા સુદ આઠમના દિવસે મોટી સંખ્યામાં ગણેશ પંડાલોમાંથી વિઘ્નહર્તા દેવ ગણપતિને ધાર્મિક હર્ષોલાશ અને આવતા વર્ષે ફરી વહેલા પધારવાના નિમંત્રણ સાથે ભાવભર વિદાય આપવામાં આવી હતી.
આસ્થા સાથે ગણપતિ બાપાને અપાઈ વિધિવત વિદાય, ભાવ-ભક્તિ સાથે ગરબા કર્યા - ganesh chaturthi celebration Junagadh
ગણેશ વિસર્જનના દિવસો નજીક આવી રહ્યા છે. ઘણા પરિવારો આઠમના દિવસથી બાપાને વિદાય આપવાનું શરૂ કરી દે છે. જૂનાગઢમાં પણ ઘણા પરિવારોએ આઠમના દિવસે બાપાને અલવિદા કહ્યું હતું. ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી. વિસર્જન વખતે ખાસ પોલીસ બંદોબસ્ત સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. Ganesh Chaturthi 2022, ganesh chaturthi celebration Junagadh, Ganesh Visarjan
![આસ્થા સાથે ગણપતિ બાપાને અપાઈ વિધિવત વિદાય, ભાવ-ભક્તિ સાથે ગરબા કર્યા આસ્થા સાથે ગણપતિ બાપાને અપાઈ વિધિવત વિદાય, ભાવ-ભક્તિ સાથે ગરબા કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16283225-thumbnail-3x2-jndbapa.jpg)
વિશેષ પૂજાઃગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની ધાર્મિક પૂજા વિધિ સાથે સ્થાપન કર્યું હતું. ચાર દિવસ સુધી વિઘ્નહર્તા દેવનીપૂજા આરતી અને મનોરથ બાદ ખૂબ જ ધાર્મિક વાતાવરણની વચ્ચે આવતા વર્ષે ફરી સમયસર પધારવાની વિનંતી સાથે ગણપતિ મહારાજને વિદાય આપવામાં આવી હતી. વિઘ્નહર્તાદેવને વિદાય આપતી વખતે ગણપતિ બાપાના ચરણોમાં પોતાની પ્રાર્થના અર્પણ કરી હતી અને સમગ્ર રાષ્ટ્ર માટે આવનારુ વર્ષ સુખ સંપન્ન સાથે આવે તેવી પ્રાર્થના કરી હતી
બે વર્ષ બાદ માહોલઃબે વર્ષ પછી આ વર્ષે ગણપતિ ઉત્સવને લઈને લોકોમાં આ પ્રકારનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોરોનાને કારણે તમામ ધાર્મિક કાર્યક્રમો રદ થયા હતા ત્યારે આ વર્ષે ગણપતિ ઉત્સવ ને લઈને વિઘ્નહર્તા દેવના ભક્તોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો જેના કારણે વિસર્જનકુંડ પર પણ ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તોની હાજરી આપી બાપાની અંતિમ વિદાય માટે પહોંચ્યા હતા