ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીજીની 150મી જન્મજયંતિને લઈને દીવ પહોંચી બાઈક રેલી

દીવ: ગુજરાત એનસીસી ક્રેડેટ દ્વારા ગાંધીજીની 150મી જન્મજયંતીને લઈને પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી દાંડીથી શરુ થઈને દીવ પહોંચી હતી.જે આગામી દિવસોમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં પૂર્ણ થશે.

etvbharat diu

By

Published : Aug 25, 2019, 5:08 PM IST

ગાંધીજીની 150 મી જન્મજયંતિના ઉજવણી પ્રંસગે ગુજરાત એનસી.સી. દ્વારા પર્યાવરણ બચાવોનાં સંદેશ સાથે દાંડીથી એનસીસીના કેડેટ દ્વારા દાંડીથી એક જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી જે સંઘ પ્રદેશ દીવ ખાતે આવી પહોંચી હતી. દીવના બંદર ચોક ખાતે એન.સી.સી ક્રેડેટ સુરત દ્વારા પર્યાવરણ માટે લોકોમાં જન જાગૃતિ આવે તે અંતર્ગત નુક્કડ નાટક દ્વારા પાણીનો બગાડ ના કરવો, વૃક્ષોનું જતન કરવું, કચરો ગમે ત્યાં ફેકવો નહી વગેરે વિષય પર લોકોને જાગૃત કરવામા આવ્યા હતા.

ગાંધીજીની 150મી જન્મજયંતિને લઈને દીવ પહોંચી બાઈક રેલી

આ સાથે પ્રદૂષણ મુક્ત વિશ્વ માટે લોકોએ પણ શપથ લીધા હતા. આ બાઈક રેલી સાત દિવસ દરમિયાન 2000 કિ.મી નું અંતર કાપીને સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે.જ્યાં તેનું સમાપન થશે જે જગ્યા પર ગાંધીજી રોકાયા હતા અથવા તો જ્યાં ગાંધીજીના સંભારણા છે. તેવા દરેક સ્થળ પર જઈને લોકોને ગાંધીજીના સંદેશની સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરીને દેશ સેવાનું કામ કરવા આગ્રહ કરશે.અને ગાંધીજીના સંદેશને લોકો સુધી પહોંચાડશે. આ રેલીમાં એનસીસીના કેડેટની સાથે અધિકારીઓ પણ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details