કેન્દ્રીય ભૂતલ પરિવહન રાજ્યપ્રધાન મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં નીકળેલી ગાંધી સંદેશ યાત્રા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આવી પહોંચી હતી. જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પ્રધાન સહિત અમરેલીના સાંસદ, જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ હાજરી આપીને ગાંધી સંદેશ યાત્રાને સફળ બનાવી હતી.
કેન્દ્રીય પ્રધાનની અધ્યક્ષતામાં યોજાઈ ગાંધી સંદેશ યાત્રા
જૂનાગઢઃ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ગાંધી સંદેશ યાત્રા અમરેલી જીલ્લાના રાજુલામાં પહોંચી હતી. જેમાં પ્રધાન માંડવીયાની સાથે અમરેલીના સાંસદ જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી, ત્યાર બાદ આ યાત્રા જૂનાગઢ ખાતે પહોંચશે જ્યાં પણ કેંન્દ્રીય પ્રધાન ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય પ્રધાનની અધ્યક્ષતામાં યોજાઈ ગાંધી સંદેશ યાત્રા
આ યાત્રા પાછળનો મુખ્ય હેતુ અંગે કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. કે ગાંધીવિચાર દરેક જન જન અને દરેક મન મન સુધી પહોંચવો જોઈએ. ગાંધી એક વ્યક્તિ નહીં પણ ગાંધી એક વિચાર છે. આ વિચાર દરેક જન જન સુધી પહોંચાડીને સભ્ય સમાજની રચના કરવા માટે યાત્રા ખૂબ જ મહત્વની બની રહેશે. ગાંધી સંદેશ યાત્રા રાજુલાના રાજમાર્ગો પર ફરીને જુનાગઢ તરફ આવવા રવાના થશે, ત્યારબાદ જૂનાગઢમાં આગમન થશે. જેમાં પણ કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા હાજરી આપશે.