માંગરોળ ખાતે વરસાદ વિરામ લેતાં ખેડૂતોએ શરૂ કરી વાવણી, સારો પાક થવાની આશા - JND
જૂનાગઢ: માંગરોળ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ વરસાદે વિરામ લીધા બાદ ખેડુતોએ પોતાના ખેતરોમાં વાવણી શરૂ કરી છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઠેર-ઠેર કરાય રહ્યું છે અને મગફળીના વાવેતર માટે ભીમ અગીયારસની વાવણી ખેડૂતો શુકન માને છે ત્યારે ભીમ અગીયારસની વાવણી થતાં ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
જુનાગઢ
અહીંની વાત કરીએ તો ખેડૂતો વાવણી સમયે કુવારકાના હાથથી પોતાના ખેતરમાં વાવણીના શુકન રૂપે ગાયના છાણનું લીપણ કરે છે અને ત્યારબાદ જમીન ઉપર મગ કંકૂનો સાથીયો કરે છે અને પોતાના બળદને અબીલ ગલાલ કંકુથી શીંગડા રંગીને બળદને ગોળ ધાણા ખવડાવી મીઠું મોઢું કરાવીને વાવેતર શરૂ કરાય છે. જયારે હાલ સમયસર વાવણી થતાં ખેડૂતો પોતે ખુશખુશખલ છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં મગફળી નું મબલખ ઉત્પાદન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે.