માહિતી પ્રમાણે, ખેડૂતોને કરોડોનું ફુલેકું ફેરવનાર ખિરસરાની ગૌશાળાના પણ 5 લાખ રૂપિયા વાપરવા લીધા હતા. આ પેઢીના માલીક ગીરીશ કલ્યાણજી અને હિરેન ગિરીશ ગોટેચાના નામની પેઢી હોવાનું ખેડુતોએ જણાવ્યુ છે. આ મુદ્દે ગૌશાળાના કાર્યકરો સહિત ખેડૂતો કેશોદ પોલીસ સ્ટેશન આ બંને માલીક વિરુદ્ધ ફરીયાદ કરવા પહોંચ્યા હતા.
કેશોદમાં વેપારી પેઢીએ 1 કરોડનું ઉઠમણું કર્યુ, ખેડુતો પરેશાન - Farmer
જુનાગઢઃ કેશોદમાં વેપારી પેઢીનું ઉઠમણું થતાં અસંખ્ય ખેડુતો હેરાન પરેશાન થઈ ગયા છે. આ પેઢીમાં કેશોદ તેમજ આસપાસના ગામડાઓના અસંખ્ય ખેડુતોના 1 કરોડથી વધુ રકમ લઈ વોપારી ફરાર થઈ ગયા છે.
કેશોદ
ખાસ કરીને જોઇએ તો, હાલમાં છેતરપીંડીના બનાવો વધી રહી છે ત્યારે કેશોદમાં પણ વધુ એક છેતરપીડી સામે આવી છે. વેપારી તેમજ ગૌ-શાળા સહીતના તમામ સાથે છેતરપીંડી થતાં સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે. કેશોદમાં જ માત્ર 1 કરોડથી પણ વધારેની છેતરપીડીં કર્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ આરોપી પકડાય તો આવી અનેક જગ્યાએથી છેતરપીંડી કરી હોવાનું ચોક્કસ ખુલશે તેવું મનાઇ રહયું છે. ત્યારે સાચી ખબર તો આરોપી પકડાયા બાદ જ ખબર પડશે.