આગામી 5મી તારીખે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન જૂનાગઢમાં થવા જઈ રહ્યું છે જેને લઈને સ્પર્ધકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષથી જૂનાગઢના ગિરનારની સાથે ચોટીલા, પાવાગઢ સહિતના અન્ય 5 સ્થળોએ પણ આ સ્પર્ધાઓનુ આયોજન કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે જૂનાગઢની સ્પર્ધાનું મહત્વ સરકાર ઘટાડી રહી છે તેવો સ્પર્ધકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈને સ્પર્ધકોમાં જોવા મળ્યો રોષ - જૂનાગઢ ગિરનાર સ્પર્ધા
જૂનાગઢ : આગામી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈને સ્પર્ધકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાઓને 5 ભાગોમાં વિભાજીત કરવાના નિર્ણયને લઈને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું મહત્વ ઘટાડવાનો સરકાર પર આક્ષેપ કર્યો છે
![ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈને સ્પર્ધકોમાં જોવા મળ્યો રોષ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈને સ્પર્ધકોમાં જોવા મળ્યો રોષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5576254-thumbnail-3x2-jnd.jpg)
વર્ષ 1975માં પ્રથમ વખત સૌરાષ્ટ્રના દૈનિક વર્તમાન પત્રક દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમયાંતરે આયોજકો બદલાતા રહ્યા અને છેવટે સમગ્ર આયોજન જૂનાગઢ મનપા અને રમતગમત વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષથી સરકાર દ્વારા આ સ્પર્ધાને રાજ્યના અન્ય 5 જિલ્લાઓમાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને સ્પર્ધકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં સ્પર્ધકોએ જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય સ્પર્ધાનું મહત્વ ઘટાડનારો છે માટે સરકાર દ્વારા તાકીદે આ નિર્ણયમાં ફેરબદલ કરીને માટે જૂનાગઢમાં જ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે તેવી માગ કરી છે