ગુજરાત

gujarat

By

Published : Apr 21, 2021, 1:38 PM IST

Updated : Apr 21, 2021, 6:22 PM IST

ETV Bharat / state

ભેસાણ ગ્રામ પંચાયતમાં વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગ્રામપંચાયતમાં સરપંચ દ્વારા શહેરમાં આવેલા પટેલ સમાજમાં 50 વ્યક્તિઓને કોરોના સંક્રમણની સારવાર આપી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિના સમયમાં આ વ્યવસ્થા 100 બેડ સૂધી લઈ જવાની ગ્રામ પંચાયતના સરપંચ ભુપત ભાયાણીએ કરી છે. આજે બુધવારથી શરૂ થયેલા આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજનથી લઈને તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.

કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

  • જિલ્લાના તાલુકા મથકોમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ રહ્યા
  • ભેસાણાના સરપંચે 50 બેડની વ્યવસ્થા વાળું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું
  • દર્દીઓને ખોરાક તેમજ પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ શરૂ

જૂનાગઢ :કોરોનાનાનું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં હવે જૂનાગઢ જિલ્લાના તાલુકા મથકોમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ રહ્યા છે. આજે બુધવારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગ્રામ પંચાયતના સરપંચ ભુપત ભાયાણીએ ભેસાણમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં 50 પથારીનીવ્યવસ્થાવાળું સેન્ટરને કર્યું છે. જેમાં ઓક્સિજનથી લઈને દર્દીઓને ખોરાક તેમજ પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ આજથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિર હોસ્પિટલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું


50 બેડના કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરાઈ


ભેસાણ ગ્રામ પંચાયતના સરપંચ ભુપત ભાયાણી કેર સેન્ટર શરૂ કરવાની સાથે એવો ભરોસો વ્યક્ત કર્યો હતો કે, આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટતું જોવા મળશે. પરંતુ જો કોરોના સંક્રમણમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નહીં થાય તો, આજે 50 બેડના કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરાઈ છે. તેમાં વધારો કરીને આ કેર સેન્ટરમાં બેડને 100 સુધી લઈ જવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે. જેમાં સહકારી મંડળીઓ અને કેટલાક ગામના સેવાભાવી વ્યક્તિ અને સંસ્થાઓ પણ આર્થિક સહયોગ આપવા માટે અત્યારથી તત્પરતા દર્શાવી રહ્યા છે.

કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

આ પણ વાંચો : પોરબંદરમાં 5મું કોવિડ કેર સેન્ટર શેઠ NDR હાઈસ્કૂલમાં શરૂ કરાયું

Last Updated : Apr 21, 2021, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details