સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં છેલ્લા 83 વર્ષથી વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજથી 83 વર્ષ પૂર્વે માત્ર છાશના વિતરણ માટે બનાવાયેલું ટ્રસ્ટ આજે 83 વર્ષે પણ એ જ કામ કરી રહ્યું છે. જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલા 250 કરતાં વધુ પરિવારો છેલ્લા 83 વર્ષથી વિનામૂલ્યે છાસ મેળવી રહ્યા છે. હાલ રમઝાન માસ અને ગરમીની ઋતુ ચાલી રહી છે તેને ધ્યાને લઇને ટ્રસ્ટ દ્વારા છાશના વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રમજાન માસને લઈને વહેલી સવારે છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો હિંદુ-મુસ્લિમ સૌ ભાઈઓ એકસાથે લાભ લઈ રહ્યા છે.
જૂનાગઢમાં 83 વર્ષથી સાર્વજનિક ટ્રસ્ટ કરે છે છાશનું વિતરણ - free
જૂનાગઢ: સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 83 વર્ષથી અવિરતપણે વિનામુલ્યે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ઉનાળા દરમિયાન રમજાન માસ આવતા ધાર્મિક એકતા જળવાઈ રહે અને બે ધર્મ એક સાથે મળીને કામ કરે તેને લઇને વહેલી સવારે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
દરરોજ અંદાજીત 500થી વધુ લીટર છાસનું અડધી કલાકમાં વિતરણ કરવામાં આવે છે. છાશના વિતરણ માટે ટ્રસ્ટ દ્વારા કાર્ડ તૈયાર કરવામાં આવે છે અને કાર્ડ માં એન્ટ્રી બાદ નોંધાવેલા પરિવારોને અંદાજીત બે લીટર જેટલી છાશનો દરરોજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જગમાલ ચોક મુખ્યત્વે મુસ્લિમ વિસ્તાર છે, તેમ છતાં ધાર્મિક એકતા જળવાઈ રહે તેમજ બે ધર્મની વચ્ચે કોઈ ભેદભાવ ના હોય તે પ્રકારે જૈન સમાજ દ્વારા સંચાલિત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો હિન્દુ મુસ્લિમ અને તમામ સમાજના લોકો લાભ લઈને આકરી ગરમીમાંથી બચવા માટે છાશનું સેવન કરી રહ્યાં છે.