સંઘ પ્રદેશ દીવમાં 1538ની સાલમાં પોર્ટુગીઝો અને સુલેમાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં નીલમ, માણેક, કડાનાલ અને ચુડાનાલ નામની ચાર તોપ તુર્કી નૌ સેના દ્વારા સુલેમાનની મદદ માટે મોકલવામાં આવી હતી. પરંતુ, આ તોપ પણ સુલેમાનને હારમાંથી બચાવી શકી ન હતી. જેથી આ તોપને હારનાર તોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાર બાદ આ ચાર તોપને દિવના કિલ્લામાંથી જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં રાખવામાં આવી છે. આ તોપને ૧૫મી સદી બાદ જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લામાં લાવવામાં આવી છે.
દીવમાં પોર્ટુગીઝો સાથે થયેલી લડાઈની સાક્ષી પૂરતી ચાર તોપ આજે પણ જૂનાગઢની સુરક્ષામાં તત્પર - ઉપરકોટ
જૂનાગઢ : નીલમ, માણેક, કડાનાલ અને ચુડાનાલ નામની ચાર તોપ આજે પણ જોવા મળી રહી છે. જૂનાગઢના ઉપરકોટમાં જે હાલમાં પ્રવાસીઓનું આકર્ષણ બની છે.
વર્ષ 1938માં દિવ ઉપર પોર્ટુગીઝ શાસન હતું. ત્યારે ભારત પણ અંગ્રેજોની ગુલામી હેઠળ હતું. ત્યારે પોર્ટુગીઝોએ ચાર તોપને દીવથી જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં સ્થળાંતર કરી હતી. આ તોપ હિન્દુ સંવત 937માં બનાવવામાં આવી હોય અને તેના પર અલી બિન સરજા અરબી ભાષામાં લખાયેલ જોવા મળે છે. તેના પરથી આ તોપ તુર્કીની વ્યક્તિએ બનાવી હોવાનું માનવામાં આવે છે. આ તોપ 1530માં તુર્કીમાં બની હોવાનું ઇતિહાસકારો માની રહ્યા છે. આ તોપ ઉપરકોટના કિલ્લાનુ નજરાણું હોય તે રીતે અહીં આવતા દરેક પ્રવાસીઓને આકર્ષી રહી છે.