ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ APMC વિઠ્ઠલ રાદડિયાના માનમાં એક દિવસ માટે બંધ - જૂનાગઢ

જૂનાગઢઃ પૂર્વ પ્રધાન અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના અવસાન થવાથી જૂનાગઢ APMCએ વિઠ્ઠલભાઈના માનમાં એક દિવસ APMCનું કામકાજ બંધ રાખવામાં આવ્યુ હતું.

પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનું અવસાન થતા જૂનાગઢ APMC એક દિવસ માટે બંધ

By

Published : Jul 30, 2019, 1:49 PM IST

રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનુ લાંબી બીમારી બાદ ગઈકાલે અવસાન થતા આજે જૂનાગઢ APMC દ્વારા તેમને શ્રદ્ધાંજલિના રૂપમાં એક દિવસનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનું અવસાન થતા જૂનાગઢ APMC એક દિવસ માટે બંધ
શંકરસિંહ વાઘેલા સરકારમાં સહકાર પ્રધાન અને 2 વખતના પોરબંદર લોકસભા બેઠક પરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનુ ગઈકાલે લાંબી બીમારી બાદ અવસાન થયુ હતુ.વિઠ્ઠલ રાદડિયા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂત નેતા અને ખેડૂત પુત્ર તરીકે જાણીતા હતા, વિઠ્ઠલ રાદડિયાનુ અવસાન થતા ખેડૂત સમાજ પણ ખૂબ શોકમગ્ન જોવા મળી રહ્યો હતો. જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ પણ પૂર્વ પ્રધાન અને સાંસદને આજના દિવસ પૂરતુ જૂનાગઢ યાર્ડનું કામકાજ બંધ રાખીને ખેડૂત નેતાને તેમના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details