જૂનાગઢ: રાજકારણ બધુ કરાવે આ કદાચ વધારે લાગતું હશે પરંતુ કડવું સત્ય છે. એક સમય હતો જ્યારે વિસાવદર બેઠકના ઉમેદવાર હર્ષદ રીબડીયા કોંગ્રેસમાં હતા ત્યારે પોતાને ખેડૂત પુત્ર તરીકે ઓળખાવતા હતા. પરંતુ આજે ભાજપમાં સામેલ થતાં તેમની ઓળખ પૂર્વ ધારાસભ્ય તરીકે જોવા મળે છે.
Former MLA Harshad Ribadiya: પૂર્વ MLA હર્ષદ રીબડીયાએ કાર પરથી હટાવી ખેડૂત પુત્રની ઓળખ, જાણો કેમ - junagadh son of farmer ex mla
રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. જે સમયે કોંગ્રેસમાં હતા. ત્યારે તેમની મોટરકાર પર સન ઓફ ફાર્મર એટલે કે ખેડૂત પુત્ર તરીકે પોતાની ઓળખ આપતા હતા. પરંતુ આજે ભાજપમાં સામેલ થયા બાદ તેમની કાર પર પૂર્વ ધારાસભ્ય એવું જોવા મળે છે.
વિસાવદર બેઠક પરથી હાર્યા:વર્ષ 2017માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા હર્ષદ રીબડીયાએ તેમની કાર પર સન ઓફ ફાર્મર એટલે કે ખેડૂત પુત્ર તરીકે તેમની ઓળખ તેમના વિધાનસભા કાર્યકાળ દરમિયાન આપી હતી. ત્યાર બાદ તેઓ વર્ષ 2022ની સામાન્ય ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. 2022ની સામાન્ય ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી હર્ષદ રીબડીયાનો ભાજપના ઉમેદવાર તરીકે પરાજય થયો છે. હવે તેઓ પૂર્વ ધારાસભ્ય છે.
પક્ષ બદલાતા ઓળખ પણ બદલાઈ:હર્ષદ રીબડીયા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા. ત્યારે તેમને સમગ્ર રાજ્ય અને વિધાનસભામાં ખેડૂત પુત્ર તરીકે તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી. તેઓ પણ ખેડૂત પુત્ર છે તેનું ખૂબ જ ગર્વ અનુભવતા હતા અને પ્રત્યેક ખેડૂત પુત્રે ગર્વ અનુભવો જોઈએ. જ્યાં સુધી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા ત્યાં સુધી તેઓ વિધાનસભામાં ધારાસભ્યની સાથે એક ખેડૂત પુત્ર પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડતા હતા. પરંતુ જેવા તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા ત્યારે તેમની કારમાંથી હવે ખેડૂત પુત્ર ગાયબ થઈ ગયેલું જોવા મળે છે. હર્ષદ રિબડીયાની ગાડી પર આજે ખેડૂત પુત્ર લખેલું જોવા મળતું નથી. જે બદલાતા સમય અને સંજોગોનું સાક્ષી પણ બની રહ્યું છે.